આ વાયરસ ક્યાંક તમારા બેન્ક અકાઉન્ટની જાણકારી તો લીક નથી  કરી રહ્યો ને? - Sandesh
  • Home
  • Supplements
  • Ardha Saptahik
  • આ વાયરસ ક્યાંક તમારા બેન્ક અકાઉન્ટની જાણકારી તો લીક નથી  કરી રહ્યો ને?

આ વાયરસ ક્યાંક તમારા બેન્ક અકાઉન્ટની જાણકારી તો લીક નથી  કરી રહ્યો ને?

 | 12:19 am IST

ટેકનો ટોક

હાલના ટેક્નિકલ યુગમાં સ્માર્ટફોનમાં અનેક નીતનવી સુવિધાઓ આવતી રહે છે. જેના કારણે આપણું જીવન થોડું સરળ બન્યું છે. ટેક્નોલોજીની આસપાસ જ આપણું જીવન વણાઈ ચૂક્યું છે. પણ શું તમે જાણો છો કે, આ ટેક્નોલોજીના ફાયદા ઉપરાંત કેટલાક ગેરફાયદા પણ છે. તમે તમારા સ્માર્ટફોન તેમજ કમ્પ્યૂટરમાં અનેક અંગત માહિતી અપલોડ કરતા હશો. પણ શું તમે જાણો છો કે તમારી આ અંગત માહિતી લીક થઈ શકે છે અને કોઈ તેનો ગેરઉપયોગ પણ કરી શકે છે. તો ચાલો તમને જણાવીએ કે કઈ રીતે તમારા બેન્ક અકાઉન્ટની માહિતી લીક થાય છે અને કઈ રીતે તેનો ઉપયોગ થાય છે.

વૈશ્વિક સાઈબર સિક્યોરિટી કંપની પાલો એલ્ટો નેટવર્કે એક નવી માલવેયર કેકૂકી માઈનર શોધી કાઢયું છે. આ માલવેયર, બ્રાઉઝરમાં સેવ કરેલા યુઝરનેમ અને પાસવર્ડ ચોરવા માટે સક્ષમ છે. આ ઉપરાંત તે એપ્પલનાં કમ્પ્યૂટર મેકમાંથી પણ ક્રેડિટ સંબંધી જાણકારી ચોરવા જેટલું સક્ષમ છે. નિષ્ણાતોનું કહેવું છે કે, આઈફોનનો વપરાશ કરનાર ક્યારેક તેમના ટેક્સ મેસેજ ઉપર બેન્ક અથવા ક્રેડિટ કાર્ડ સંબંધી માહિતી અપડેટ કરી હોય તો કેકૂકી માઈનર તેને ચોરી શકે છે. માલવેયર સફારી બ્રાઉઝર અને ક્રોમ બ્રાઉઝરમાંથી તે ડેટા લીક થવાની શક્યતા વધી જાય છે.

બ્રાઉઝર કૂકીઝમાંથી ચોરી શકે છે ડેટા

કેકુકી માઈનર નામનું આ માલવેયર ઈંટરનેટ બ્રાઉઝરની કૂકીઝ ચોરે છે અને તેનું વિશ્લેષણ કરી પોતાને જરૂરી હોય તેટલો ડેટા ભેગો કરે છે. કેકૂકી માઈનરની મદદથી હેકર બેન્ક અકાઉન્ટ અથવા વોલેટ અકાઉન્ટનો ઉપયોગ કરી શકે છે અને બેન્કના ખાતાને ખાલી કરી શકે છે. આ ઉપરાંત તે અન્ય વેબસાઈટમાં લોગઈન કરવા માટે પણ તમારા આ ચોરી કરેલા ડેટાનો ઉપયોગ કરી શકે છે. નિષ્ણાતોના મત મુજબ ક્રિપ્ટોકરન્સી માલિકોને અવારનવાર તેમની સિક્યોરિટી સેટિંગની તપાસ કરાવી જોઈએ, જેથી તમારું બેન્ક અકાઉન્ટ સુરક્ષિત રહી શકે.

શું છે આ કુકીઝ

ઈન્ટરનેટ બ્રાઉઝર ઉપર જે કંઈપણ આપણે સર્ચ કરીએ છીએ. તેની જાણકારી એક ફાઈલના રૂપે કમ્પ્યૂટર અથવા ફોન મેમરીમાં સેવ થઈ જાય છે. જેમકે, ઉપયોગકર્તાએ કયા કીવર્ડનો ઉપયોગ કર્યો છે અને કઈ વેબસાઈટ તેણે ખોલી છે. આ પ્રકારની દરેક જાણકારી એક ફાઈલમાં સેવ થઈને આપણા મોબાઈલ તેમજ કમ્પ્યૂટરમાં ડેટા સ્વરૂપે સેવ થઈ જાય છે, જેના કારણે બાદમાં હેકર જરૂર પડતાં તેનો ઉપયોગ ઔકરે છે.

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન