Happy Birthday Rahul Dravid : The Wall Of India, he Taught us True Gentlemen Ship
  • Home
  • Sports
  • Cricket
  • ‘ધ વોલ’ના હુલામણા નામથી જાણીતા મહાન ભારતીય ક્રિકેટરનો છે આજે જન્મદિવસ

‘ધ વોલ’ના હુલામણા નામથી જાણીતા મહાન ભારતીય ક્રિકેટરનો છે આજે જન્મદિવસ

 | 2:31 pm IST

ક્રિકેટના ઇતિહાસમાં ‘ધ વોલ’ તરીકે ઓળખાતા મહાન ભારતીય ક્રિકેટર રાહુલ દ્રવિડનો આજે 46મો જન્મદિવસ છે. પોતાના ક્રિકેટકાળમાં તેઓ પોતાની સાદગીને કારણે ખૂબજ જાણીતા હતા. 16 વર્ષ લાંબા ક્રિકેટર કરિયરમાં તેમણે ટીમ માટે એ દરેક ભૂમિકા નિભાવી હતી કે જે ટીમને જીત અપાવવા માટે મદદરૂપ થઇ હતી. તેઓ ટીમ માટે નિયમિત રીતે વિકેટકીપર તરીકે ભૂમિકા ભજવી નથી પરંતુ જરૂર પડવા પર તેમણે ટીમના વિકેટકીપર તરીકે પણ ફરજ બજાવી હતી.

12 વર્ષની ઉમરથી જ કરી ક્રિકેટ રમવાની શરૂઆત

મરાઠી પરિવારમાં જન્મેલા રાહુલનો ઉછેર બેંગલુરૂમાં થયો હતો, માત્ર 12 વર્ષની ઉમરથી જ રાહુલે ક્રિકેટ રમવાનું શરૂ કરી દીધું હતું. તેમણે અંડર-15, અંડર-17 અને અંડર-19 સ્તર પર કર્નાટકની ટીમનું નેતૃત્વ સંભાળ્યું હતું. ભારતીય ટીમ માટે પહેલી વન-ડે 3, એપ્રીલ, 1996 અને એજ વર્ષે 20 જૂને ટીમ માટે પહેલી ટેસ્ટ મેચ રમી હતી. તેમની આ સફર 16 વર્ષના લાંબા સમયગાળા બાદ પૂરી થઇ હતી.

પદ્મભૂષણ અને પદ્મશ્રી જેવા ખિતાબોથી સન્માનિત

ભારતીય ખેલ જગતમાં અદ્વિતીય યોગદાન આપવા બદલ રાહુલ દ્રવિડને દેશના સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ પદ્મભૂષણ અને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા છે. દ્રવિડના નામે કેટલાક અજોડ રેકોર્ડ પણ છે જેના કારણે જ તેમને ધ વોલના હુલામણા નામથી પણ ઓળખવામાં આવે છે. ટેસ્ટ મેચમાં સૌથી વધારે બોલ રમવાનો રેકોર્ડ પણ રાહુલના ખાતામાં જ જાય છે. રાહુલે પોતાના 16 વર્ષના કરિયરમાં 31,258 બોલ રમ્યા અને કુલ 736 કલાક ક્રીઝ પર સમય પસાર કરવાનો વર્લ્ડ રેકોર્ડ પણ રાહુલના જ ખાતામાં જાય છે.

ત્રીજા નંબર પર સૌથી વધારે રન

ત્રીજા નંબર પર મેદાન પર ઉતરીને સૌથી વધારે રન બનાવવાનો રેકોર્ડ પણ રાહુલ દ્રવિડના ખાતામાં જાય છે. તેઓએ મેચમાં ત્રીજા નંબર પર ઉતરીને ટીમ માટે દિવાળ બનીને રન બનાવ્યા હતા, તેમણે 52ની એવરેજ સાથે ત્રીજા નંબર પર ઉતરીને 10,524 રન બનાવ્યા હતા.

વિજેતાએ બનાવ્યા દ્રવિડને વિજેતા

રાહુલ દ્રવિડ મેદાન પર જેટલા શાંત રહેતા એટલા જ શાંત તેઓ પોતાના પારિવારિક જીવનમાં પણ છે. રાહુલે વર્ષ 2003માં વિજેતા પેંઢરકર સાથે પ્રેમલગ્ન કર્યા હતા. એક પુરુષની સફળતા પાછળ એક મહિલાનો હાથ હોય છે, તેવી જ રીતે દ્રવિડની સફળતા પાછળ તેમની પત્ની વિજેતાનો હાથ છે, તેણીએ પરિવારની જવાબદારી સંભાળવા માટે પોતાનું મેડિકલ સર્જનનું કરિયર પણ છોડી દીધું હતું.

સોશ્યલ મીડિયા પર સાથી ખેલાડીઓએ કરી બર્થ ડે વિશ

હાલ સોશ્યલ મીડિયા પર રાહુલ દ્રવિડને લોકો બર્થ ડે વિશ કરી રહ્યા છે ત્યારે તેમની જ સાથે ભારતીય ટીમમાં રહી રમેલા ખેલાડીઓ સેહવાગ, લક્ષ્મણ, હરભજન અને મોહમ્મદ કેફ ટ્વીટર પર રાહુલને બર્થ ડે વિશ કરી હતી. તેમજ તેમના ચાહકો દ્વારા પણ તેમને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન