The water level of Sardar Sarovar dam reached 121.92 meters
  • Home
  • Gujarat
  • ખેડૂતો આનંદો… સરદાર સરોવર ડેમની જળ સપાટી 121.92 મીટરે પહોંચી

ખેડૂતો આનંદો… સરદાર સરોવર ડેમની જળ સપાટી 121.92 મીટરે પહોંચી

 | 10:06 am IST

દક્ષિણ ગુજરાતમાં સારો એવો વરસાદ વરસી રહ્યો છે. ઉપવાસમાં પડી રહેલા દેમાર વરસાદના કારણે સરદાર સરોવર ડેમમાં પાણીની સારી એવી આવક થઈ છે. અહીં છેલ્લા બે ત્રણ દિવસથી મધ્યપ્રદેશમાં સારો એવો વરસાદ પડી રહ્યો છે. જેના કારણે સરદાર સરોવર ડેમની જળસપાટી 121.72 મીટર પર પહોંચી છે.

મળતી માહિતી અનુંસાર હાલ ડેમના પાણીમાં દર કલાકે 2 સેમીનો વધારો થઈ રહ્યો છે. ધીમી ધારે ડેમમાં પાણીની આવક ચાલુ છે. ઉપરવાસમાંથી 22342 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જેના કારણે હાલ ડેમની સપાટી 121.72 મીટર પર પહોંચી છે. ડેમમાં અત્યારે 1520.95 MCM લાઇવ પાણીનો જથ્થો છે.

આ સીઝનમાં પ્રથમ વખત 121.92 મીટરની જળસપાટીએ પહોંચી છે. જોકે, 121.92 મીટરે પહોંચવા છતાં ડેમ ઓવરફ્લો નહીં થાય. નર્મદા ડેમના દરવાજા લાગવાથી વધુ જળનો સંગ્રહ થશે.

ઉપરવાસમાંથી પાણીની આવક શરૂ થઈ જતાં ડેમનાં CHPH પાવર હાઉસનાં 2 યુનિટ ચાલુ કરાયા. જેમાં કુલ મળીને 50 મેગાવોટ વીજળીનું ઉત્પાદન શરૂ થઈ ગયું છે. હાલ રાજ્યને નર્મદાની મુખ્ય કેનાલમાંથી 7043 ક્યુસેક પાણી આપવામાં આવી રહ્યું છે.