Water is hot during the year in Winter a wonderful dome.
  • Home
  • Featured
  • આ 6 કૂંડનું પાણી શિયાળામાં પણ રહે છે ગરમ, દૂર દૂરથી આવે છે લોકો

આ 6 કૂંડનું પાણી શિયાળામાં પણ રહે છે ગરમ, દૂર દૂરથી આવે છે લોકો

 | 4:02 pm IST

શિયાળામાં લોકો ખાસ કરીમને હિલ સ્ટેશન પર વિન્ટર વેકેશન મનાવવા જાય છે. જો તમે પણ હિલ સ્ટેશન પર જવાનો પ્લાન કરી રહ્યા છો તો અમે તમને કેટલીક એવી જગ્યા અંગે જણાવી રહ્યા છીએ જ્યાં અદ્દભૂત કુંડોમાં વર્ષ દરમિયાન પાણી ગરમ રહે છે. આવો જોઇએ કેટલીક એવી જગ્યાઓ જે તમને ખૂબ પસંદ આવશે.

ઉત્તરાખંડ- યમુનોત્રી

યમુનોત્રીમાં ઘણા એવા કૂંડ બનેલા છે જેમાથી એક છે સૂર્ય કૂંડ. અંહીનું પાણી વર્ષ દરમિયાન અંહીનું પાણી ગરમ રહે છે આ કુંડનું પાણી એટલું ગરમ હોય છે કે તેમા લોકો ખાવાનું પણ બનાવી શકે છે.

પશ્ચિમ બંગાળ – બકરેશ્વર

પશ્ચિમ બંગાળમાં સ્થિત બકરેશ્વર કપંડનું પાણી ખૂબ પવિત્ર હોવાની સાથે ગરમ પણ હોય છે. પ્રવાસીઓ આ કૂંડના પાણીમાં સ્નાન કરવા માટે દૂર – દૂર થી આવે છે તમે પણ અંહીની મુલાકાત લઇ શકો છો.

કુલ્લુ – મણિકરણ

આ કૂંડ હિમાચલ પ્રદેશમાં કુલ્લુથી 45 કિલોમીટર દૂર સ્થિત છે. મણિકરણ મંદિરમાં બનેલા આ કૂંડનું પાણી દરેક સમયે ગરમ રહે છે તમે અંહીના સુંદર દ્રશ્યોની મજા પણ લઇ શકો છો.

ગુજરાત – તુલસીશ્યામ

તુલસી શ્યામ કૂંડ જૂનાગઢથી 65 કિમી દૂર બનેલું છે. અંહી તમે એક નહી, પરંતુ ત્રણ કૂંડમાં સ્નાન કરવાની મજા લઇ શકો છો. તે સિવાય અંહી બનેલા 700 વર્ષ જૂના રુકમણિ મંદિર પણ છે. તમે આ મંદિરના દર્શન કરી શકો છો.

સિક્કિમ – યૂમેસમડોંગ

સિક્કિમ ખાસ કરીને બરફથી ઢંકાયેલું રહે છે. અંહીનું યૂમેસડોંગમાં બનેલું કૂંડ 1550 ફૂટની ઉંચાઇ પર બનેલું છે બરફથી ઢંકાયેલું હોવા છતાં પણ અંહી કુલ 14 સલ્ફર કે ગરમ પાણીના કૂંડ છે. તેનું તાપમાન 50 ડિગ્રી રહે છે.

લદ્દાક – પનામિક

ફુલોની ઘાટીની સાથે-સાથે આ જગ્યાને ગરમ પાણીના કૂંડોથી પણ તે ખૂબ પ્રખ્યાત છે. તે આ કૂંડના પાણીમાં પરપોટા થતા જોઇ શકો છો.