સમગ્ર યુકે ખુલ્લું છે, કોઈ નિયંત્રણ નથી, પ્રથમ ટેસ્ટથી જ ગમે તે થઈ શકતું હતું : રવિ શાસ્ત્રી - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • સમગ્ર યુકે ખુલ્લું છે, કોઈ નિયંત્રણ નથી, પ્રથમ ટેસ્ટથી જ ગમે તે થઈ શકતું હતું : રવિ શાસ્ત્રી

સમગ્ર યુકે ખુલ્લું છે, કોઈ નિયંત્રણ નથી, પ્રથમ ટેસ્ટથી જ ગમે તે થઈ શકતું હતું : રવિ શાસ્ત્રી

 | 7:48 am IST
  • Share

લંડનમાં વિવાદાસ્પદ બૂક લોંચ સમારોહના કારણે કોરોના થયો હાવાના આરોપો સામે કોચ રવિ શાસ્ત્રીનો જવાબ આવ્યો છે. શાસ્ત્રીએ એક મુલાકાતમાં જણાવ્યું હતું કે સમગ્ર યુકે ખુલ્લું  છે, કોઇ નિયંત્રણ નથી, પ્રથમ ટેસ્ટથી જ ગમે તે થઇ શકતું હતું. ઉલ્લેખનીય છે કે, ભારતીય છાવણીમાં કોરોના સંક્રમણના કારણે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પાંચમી ટેસ્ટ રદ કરવામાં આવી. આના માટે ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રવિ શાસ્ત્રીની બૂકના વિમોચન માટે લંડનમાં આયોજિત સમારોહને જવાબદાર માનવામાં આવી રહ્યો છે કેમ કે તેમાં સ્વાસ્થ્ય સુરક્ષાના પ્રોટોકોલનો ભંગ કરવામાં આવ્યો હતો. નોંધનીય છે કે આ સમારોહ બાદ શાસ્ત્રી, બોલિંગ કોચ ભરત અરુણ, ફિલ્ડિંગ કોચ આર શ્રીધર અને ફિઝિયો નીતિન પટેલ કોરોના પોઝિટિવ આવ્યા હતા અને તે પછી ભારતીય ટીમના સહાયક ફિઝિયો યોગેશ પરમાર પણ પોઝિટિવ આવ્યા હતા. 

અહેવાલો અનુસાર શાસ્ત્રી અથવા કોહલીએ ટીમ હોટેલમાં યોજાયેલા આ સમારોહમાં ભાગ લેવા માટે બીસીસીઆઈની લેખિત મંજૂરી લીધી ન હતી. બોર્ડના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યંુ હતું કે બીસીસીઆઈના અધ્યક્ષ કે સચિવ પાસેથી અનુમતિ માંગવામાં આવી ન હતી. કદાચ તેમને લાગ્યું હશે કે બ્રિટનમાં સ્વાસ્થ્ય સુરક્ષા નિયમોમાં ઢીલ છે તો અનુમતિની જરૃર નથી. સૂત્રો અનુસાર ટી૨૦ વર્લ્ડ કપ સામે હોવાથી આવી હરકત બદલ શાસ્ત્રી કે કોહલી સામે પગલાંની સંભાવના નથી. વિશ્વ કપ પછી શાસ્ત્રીની વિદાય પાક્કી જ છે અને કોહલી કેપ્ટન છે તેથી તેને પણ સજા નહીં મળે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન