પ્રેમ પ્રકરણમાં વિધવા મહિલા કરતી હતી બ્લેકમેલ, પ્રેમીએ કર્યો આવો હાલ - Sandesh
NIFTY 11,407.85 +52.10  |  SENSEX 37,806.10 +161.20  |  USD 70.0100 +0.08
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Bhuj
  • પ્રેમ પ્રકરણમાં વિધવા મહિલા કરતી હતી બ્લેકમેલ, પ્રેમીએ કર્યો આવો હાલ

પ્રેમ પ્રકરણમાં વિધવા મહિલા કરતી હતી બ્લેકમેલ, પ્રેમીએ કર્યો આવો હાલ

 | 3:25 pm IST

ભુજના પાલારા નજીક સનદાદાના સ્થાનક તરફ જતા રોડ પર ગત બીજી તારીખે હત્યા કરી ફેંકી દેવાયેલ મહિલાના મૃતદેહના કિસ્સામાં ભુજ એ ડિવિઝન પોલીસે તેની ઓળખવિધિ બાદ હત્યાનો ભેદ ઉકેલી નાંખ્યો છે. મૃતક 38 વર્ષિય વિધવા કમળા રાણશીં ગઢવીની હત્યા પ્રેમપ્રકરણમાં થઇ હોવાનું સામે આવ્યું છે. મહિલા તેના પ્રેમી જયેશ પરમાર હત્યા કરી હોવાનું પોલીસ તપાસ ખુલવા પામ્યું છે. હાલ પોલીસે મહિલા પ્રેમી જયેશની ધરપકડ કરી છે.

ભુજની ભાગોળે આવેલા પાલારાના નિર્જન સીમાડે 38 વર્ષિય અજ્ઞાત મહિલાની હત્યા કરી ફેંકી દેવાયેલાં મૃતદેહમાં પોલીસ મૃતક મહિલાની ઓળખ કરવા સાથે સમગ્ર ગુનાનો ભેદ પોલીસે ઉકેલી દીધો છે. મૃતક મહિલા કમળા ગઢવી વિધવા અને મુક્ત મિજાજની હતી. આજથી ચાર મહિના પહેલા કમળા અને જયેશ પ્રેમ કહાની શરુ થઇ હતી. જયેશ કલેકટર કચેરીમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવે છે. બંન્ને ચાર મહિના પહેલા એકબીજા સંપર્ક આવ્યા હતા. બંન્ને કેટલાક અંગતપણોનાં ફોટા કમળાનાં મોબાઈલમાં હતા ત્યારથી કમળા જયેશને બ્લેકમેલ કરવાનું શરુ કર્યું હતું. જયેશ પરમારને કમળા સાથેના આડા સંબંધમાં ડખ્ખો થતાં તે કમળાને પાલારાની સીમમાં લઈ ગયો હતો અને ઘાતક હથિયાર વડે તેના માથામાં ઈજા કરી તેની હત્યા કરી નાખી હતી.

આ મામલામાં આરોપીએ કબુલાત કરી છે કે કમળા તેને બ્લેકમેલ કરતી હોવાથી તેને પ્રેમિકાને મોત ધાટ ઉતારી દીધી. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.