the-wife-of-the-poor-man-who-is-today-is-the-wife-of-the-big-super-sta
  • Home
  • Entertainment
  • Bollywood
  • ગરીબ માણસની પત્ની જે આજે છે બોલીવુડના મોટા સુપર સ્ટારની પત્ની

ગરીબ માણસની પત્ની જે આજે છે બોલીવુડના મોટા સુપર સ્ટારની પત્ની

 | 9:47 pm IST

બોલીવુડના અભિનેતા સંજય દત્તની જીંદગી હંમેશા વિવાદોથી ઘેરાયેલી રહી પછી તે પ્રેમપ્રકરણ હોય, લગ્ન હોય કે જેલમાં જવાની ઘટના હોય. સંજયની જીંદગીમાં ઘણા ચઢાવ ઉતાર આવ્યા. જે બધામાં માન્યતા દત્તનો મુખ્ય રોલ છે. 

માન્યતા દત્તે સંજય દત્તના અસ્તવ્યસ્ત જીવનને આકાર આપ્યો તેમ કહીએ તો પણ ખોટું નથી. માન્યતા અને સંજયના લગ્નુંનજીવનને 10 વર્ષ કરતાં પણ વધુ સમય થઇ ગયો છે. માન્યતાનું સાચુ નામ દિલનવાઝ શેખ છે હાલ તે સંજય દત્ત પ્રોડક્શનના સીઇઓના પદે કાર્યરત છે. 

માન્યતાના ભૂતકાળની વાત કરીએ તો સારા ખાનના નામથી તેણે શરૂઆતમાં બી ગ્રેડની હિન્દી ફિલ્મો અને આઇટમ સોંગ કર્યા હતા 2003માં આવેલી પ્રકાશ ઝાની ફિલ્મ ગંગાજલમાં પણ તેણે આઇટમ સોંંગ કર્યું હતુ. આ સિવાય મેરે બાપ પહલે આપ ફિલ્મમાં પણ તેણે અભિનય કર્યો હતો. માન્યતાના સંજય સાથેના આ બીજા લગ્ન છે તેના જીવનનો મોટા ભાગનો સમય દૂબઇમાં વિત્યો હતો પરંતુ બાદમાં તેમનો પરિવાર મુંબઇમાં યારી રોડ પર શિફ્ટ થઇ ગયો હતો. 

સંજય દત્ત અને માન્યતાની મુલાકાત 2006 આસપાસ થઇ હતી અને 2008માં તેઓએ લગ્ન કર્યા હતા. સંજયના આ લગ્નમાં ન તો તેની દિકરી આવી કે ન તો બહેન નમ્રતા અને પ્રિયા. સંજયની બહેન પ્રિયા દત્તે તો ત્યાં સુધી કહ્યું કે મને તેમના લગ્નની ખબર નથી. તો માન્યતા પર પૈસા માટે લગ્ન કરવા જેવા પણ આરોપ લાગ્યા તો મિરાજ નામના એક વ્યક્તિએ માન્યતા તેમની પત્ની હોવાનો અને તેમનાથી તેમને એક દિકરો હોવાનો દાવો પણ કર્યો હતો. એટલું જ નહીં માન્યતા સાથેના લગ્નનો ફોટો પણ તેણે બતાવ્યો હતો.

2002માં સંજય દત્તની બીજી પત્નિ રિયા પિલ્લઇથી અલગ થયા બાદ સંજયનું નામ પાકિસ્તાનની મોડલ નાદિયા સાથે જોડાયું હતુ. પરંતુ હાલ પૈસાથી લઇને કેરીયર જેવા સંજયના દરેક નિર્ણયમાં માન્યતાનો મહત્વનો ફાળો હોય છે.

આપણે બધા જાણીએ છીએ કે મુશ્કેલીના સમયમાં સંજય દત્તની પત્ની માન્યતાએ તેમની ખુબ સંભાળ રાખી હતી, આ તેમની બાયોગ્રાફી ફિલ્મ “સંજૂ” માં પણ દર્શાવવામાં આવ્યું છે. કેટલો પણ ખરાબ સમય હોય તેની પત્નીએ દરેક જગ્યાએ સાથ આપ્યો હતો.

હાલ એક બાજુ સંજય પોતાની ફિલ્મની શૂટિંગમાં વ્યસ્ત છે તો તેની પત્ની માન્યતા ઘર સંભાળવાની સિવાય બે બાળકોનું ધ્યાન પણ રાખી રહી છે. તાજેતરમાં જ તે પોતાના બાળકો શાહરાન દત્ત અને ઈકરા દત્તની સાથે નજરે પડી હતી.

ત્યાર બાદ માન્યતા સાડીમાં જ એક પાર્ટીમાં જોવા મળી, જેમાં તે ખુબ જ સુંદર લાગી રહી હતી. પાર્ટીમાં તેના સાડીનાં ફોટો ખુબ વાઈરલ થયા હતા. માન્યતા સોશિયલ મીડિયામાં પણ ઘણી એક્ટીવ છે અને સમયાંતરે તેના ફોટાઓ અલપોડ કરતી હોય છે. જીવવના તમામ ચઢાવ ઉતાર જોયા બાદ આજે સંજય અને માન્યતા એક તેમના બે બાળકો સાથે એક ખુશહાલ જીંદગી જીવી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન