અમદાવાદ: મહિલા પહોંચી પોલીસ સ્ટેશન અને પતિ પર લગાવ્યો અચરજભર્યો આરોપ - Sandesh
  • Home
  • Ahmedabad
  • અમદાવાદ: મહિલા પહોંચી પોલીસ સ્ટેશન અને પતિ પર લગાવ્યો અચરજભર્યો આરોપ

અમદાવાદ: મહિલા પહોંચી પોલીસ સ્ટેશન અને પતિ પર લગાવ્યો અચરજભર્યો આરોપ

 | 9:59 pm IST

પતિમાં પૌરુષત્વ તરીકે સક્ષમ ન હોવાની મહિલાએ શુક્વારે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. એટલું જ નહીં પત્ની પાસે ૫ લાખ રૃપિયાના દહેજની સાસરીયાઓએ માગણી કરી હોવાનો આક્ષેપ પણ ફરિયાદમાં કરવામાં આવ્યો છે.

બાપુનગરની ૩૦ વર્ષની પરિણીતાના લગ્ન બોળકદેવમાં રહેતા નિકુંજભાઈ મુલાણી સાથે ૨૧ ફેબ્રુઆરી ૨૦૧૭ના રોજ સમાજના રીતિરિવાજ મુજબ થયા હતા. ચાર મહિના સુધી પરિણીતાને તેના સાસરિયાવાળાઓએ સારી રીતે રાખી હતી. ત્યારબાદ તેનો પતિ નુકુંજ તેમજ સાસુ મુકતાબેન, નણંદ અલ્કાબેન અને સસરા મનુભાઈ સહિતના સાસરિયા તેણે મહેણા મારતા હતા.

પતિ તો એટલે સુધી કહેતો કે તું મને ગમતી નથી મારે બીજા લગ્ન કરવા છે. સાસરિયા મહેણા મારતા હતા કે તું કરિયાવરમાં કંઈ લાવી નથી. તારા પિતાના ઘરેથી ૫ લાખ લઈને આવ. આ ઉપરાંત પરિણીતાએ આક્ષેપ કર્યો છે કે મારા પતિમાં પૌરુષત્વ નથી. જેના કારણે શારીરિક અને માનસિક રીતે પોતે હેરાન થાય છે. આ અંગે વસત્રાપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.