ડીસા: સુંદર યુવતીની જાળમાં ફસાયો વેપારી, વિચારી ન શકો તેવો આવ્યો અંત - Sandesh
  • Home
  • Gujarat
  • ડીસા: સુંદર યુવતીની જાળમાં ફસાયો વેપારી, વિચારી ન શકો તેવો આવ્યો અંત

ડીસા: સુંદર યુવતીની જાળમાં ફસાયો વેપારી, વિચારી ન શકો તેવો આવ્યો અંત

 | 4:57 pm IST

ડીસા હાઈ-વે પર ગત રવિવારે એક હોટલ રામ ઝુપડી બહાર ગોળી મારી યુવકની હત્યા કરવાના કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. આ હત્યા યુવતીને લઇ થઇ હોવાનું સામે આવી રહ્યું છે. વેપારીને એક યુવતી બળાત્કારનો કેસ કરવાની ધમકી આપીને બ્લેકમેલ કરી રહી હતી. પાલનપુરમાં થયેલ ફાયરિંગમાં સંગીતા જોશીનું નામ બહાર આવ્યું છે. ગાંધીધામના વેપારી નરસિંગ અગ્રવાલ સંગીતાના પરિચયમાં આવ્યા હતા. આ પછી સંગીતાએ ગાંધીધામના વેપારી નરસિંહ અગ્રવાલને ઘરે બોલાવી બળાત્કારનો આરોપ લગાવ્યો હતો.

સંગીતાએ પોતાના સાગરીત વિશાલ પંચાલ અને ભાજપના નેતાના પુત્ર વિજય સિરવાડિયા સાથે મળીને અગ્રવાલ બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું. આ પછી ફરિયાદ ન કરવા માટે 35 લાખ રૂપિયાની માંગણી કરી હતી. જોકે, છેલ્લે આઠ લાખ રૂપિયામાં સમાધાન કરવાનું નક્કી કરાયું હતું.

રવિવારે પાલનપુર-ડીસા હાઇવે પર આવેલી હોટલ રામ ઝુપડી પર સમાધાન માટે ગાંધીધામના વેપારીને બોલાવાયો હતો. વેપારીએ સંગીતાને હાજર રાખવાનો આગ્રહ રાખ્યો હતો. આ જ મુદ્દે તકરાર પછી વિશાલે ફાયરિંગ કરતાં વેપારી સાથે આવેલા યુવકને ગોળી વાગતાં તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.