The woman's memory returned to the mad ashram in Savarkundla
  • Home
  • Gujarat
  • સાવરકુંડલાના આશ્રમમાં 4 વર્ષની સારવાર બાદ છતીસગઢની મહિલાની યાદશક્તિ પાછી આવી

સાવરકુંડલાના આશ્રમમાં 4 વર્ષની સારવાર બાદ છતીસગઢની મહિલાની યાદશક્તિ પાછી આવી

 | 4:20 pm IST
  • Share

સાવરકુંડલાના પાગલ આશ્રમમા ચાર વર્ષથી રહી સારવાર લેતી છતીસગઢની એક મહિલાની યાદશકિત પરત આવતા તેણીના માતા-પિતાનો સંપર્ક કરી આશ્રમ દ્વારા સોંપવામા આવી હતી.

આજથી ચારેક વર્ષ પહેલા રાજુલા પોલીસ દ્વારા એક હિન્દીભાષી પાગલ મહિલાને આ આશ્રમ ખાતે મૂકવામાં આવી હતી. હિન્દી ભાષી મહિલાને દકુના હુલામણા નામથી ભક્તિ બાપુએ ઓળખ આપી હતી. ચાર વર્ષ જેવો સમય આ આશ્રામમાં વિતાવ્યા બાદ મહિલાની ધીમે ધીમે યાદશક્તિ પરત આવી અને તેમણે એક દિવસ પોતાની ભાષામાં તેનું નામ તેનું રાજ્ય અને માવતરની વિગત આપતા ભક્તિ બાપુએ રાજુલા પોલીસનો સંપર્ક કરી એમને વાત કરી કે સરનામું શોધી તેને તેના ઘેર પહોંચાડો આમ આઠ વર્ષ ના સમયગાળામાં 90 જેટલી મનોરોગી પાગલ દીકરીઓ સાજી થઈ સમાજમાં પુન સ્થાપિત થઈ છે.

છતીસગઢની મહિલાની વોટ્સએપ અને વિડીયો કોલના માધ્યમથી તેમના માવતર સાથે વાતચીત કરાવી અને સાવરકુંડલા આવીને તેમની દીકરીને તેડી જવા જણાવ્યું હતું. દિકરીના પિતા અને ભાઈ છત્તીસગઢથી સાવરકુંડલા આવી પહોંચ્યા હતા. ચાર વર્ષ પહેલા પોતાની દીકરીને ગુમાવનાર પિતા દીકરીને જોઇને જ ભેટી પડયા હતા.તમામ મનોરોગી બહેનપણીઓને મળી અને સૌની રજા લઈને પોતાના પિતા અને ભાઈ સાથે સાવરકુંડલાથી છતીસગઢ ની સફ્ર માટે રવાના થયા.

આ વિડીયો પણ જુઓ : કૃષિ કાયદા અંતર્ગત આજે ખેડૂતનુ પ્રદર્શન

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો