after death! wonders of the incomprehensible world, with what remains
  • Home
  • Astrology
  • જાણો મૃત્યુ પછી પણ કઈ વસ્તુઓ રહે છે સાથે, અગોચર વિશ્વની અચરજ વાતો!

જાણો મૃત્યુ પછી પણ કઈ વસ્તુઓ રહે છે સાથે, અગોચર વિશ્વની અચરજ વાતો!

 | 8:41 am IST

જીવન અને મૃત્યુ નિશ્ચિત જ છે. જન્મ થાય જેટલું સત્ય છે તેટલું જ સત્ય છે મૃત્યુ. માણસનું મૃત્યુ થયા બાદ શરીર સાથે દરેક વસ્તુનો નાશ થઈ જાય છે તેવું માનવામાં આવે છે. પરંતુ વેદ પુરાણ, ધર્મ ગ્રંથ અનુસાર માણસના મોત બાદ અને મૃતદેહ બાળવામાં આવે ત્યારબાદ પણ કેટલીક વસ્તુઓ પીછો છોડતી નથી.આમતો આપણે ત્યાં એવુ કહેવાય છે કે ખાલી હાથે આવ્યા છીએ અને ખાલી હાથે જવાનું છે જો કે મૃત્યુ પછી કેટલીક વસ્તુઓ ક્યારેય સાથ નથી છોડતી.

આ પણ વાંચો: ક્રૂર ગ્રહ શનિ ગ્રહની પીડા ઓછી કરવા કરીલો આ ટૂચકો, દૂર થશે તમામ સંકટ

આ વસ્તુઓ આત્મા સાથે લીન રહે છે. શરીરમાંથી મુક્ત થતી આત્મા બીજા શરીરમાં પ્રવેશે છે તો તેની સાથે આ વસ્તુઓ પણ અન્ય દેહમાં સ્થાન પ્રાપ્ત કરી લે છે. તો ચાલો તમને જણાવીએ કઈ કઈ છે આ વસ્તુઓ.

ઈચ્છાઓ
ગ્રંથો અનુસાર મૃત્યુ થવાનો સમય નજીક આવે ત્યારે બધી જ કામનાઓ-ઇચ્છાઓનો ત્યાગ કરી બ્રહ્મના ધ્યાનમાં લીન રહેવું જોઈએ. કારણ કે મૃત્યુ સમયે માણસ જે વસ્તુઓ વિશે વિચારે છે તે કામના તેની સાથે જાય છે. આ કારણે જ કામનાપૂર્તિ માટે તે આત્માને ફરીથી જન્મ લેવો પડે છે. ભવસાગરના ફરી ફરી ફેરા લેવા પડે છે.

કરજ
ગરુડ પુરાણ અનુસાર જો કોઈ વ્યક્તિ કરજ લઈ મરે છે તો તેને પરલોકમાં પણ તે કરજનો હિસાબ આપવો પડે છે. કહેવાય છે કે લીધેલું કરજ તેને ચુકવવા માટે ધરતી પર જન્મ લેવો પડે છે. તેણે પૂર્વ જન્મનું કરજ પણ કોઈને કોઈ રીતે ચુકવવું પડે છે.

પુણ્ય
શાસ્ત્રો અનુસાર જે રીતે વ્યક્તિના ખરાબ કર્મના લેખાજોખા ભગવાન પાસે હોય છે તેવી જ રીતે પુણ્યના લેખાજોખા પણ ભગવાન રાખે છે. શાસ્ત્રોમાં દાન પુણ્યને ધન સમાન કહેવાયા છે. વ્યક્તિના પુણ્ય કર્મ બેન્કમાં જમા થયેલા નાણા જેવા હોય છે. તે સમય આવે ત્યારે કામ લાગે છે.

કર્મ
માણસનો સંબંધ કર્મ સાથે તેના મૃત્યુ બાદ પણ જોડાયેલો રહે છે. કર્મ અનુસાર માણસની ગતિનું નિરાકરણ થાય છે. ગીતા અનુસાર દરેક માણસ કર્મ કરે છે અને અંતમાં તમામ કર્મના આધારે તે માણસની ગતિનો નિર્ણય થાય છે.એટલે કે માણસના કર્મના આધારે તેનાં આત્માને પરલોક પ્રાપ્ત થાય છે. શ્રીકૃષ્ણ ભગવાને સ્વયં કહ્યું છે કે કર્મોની ગતિ 7 જન્મો સુધી વ્યક્તિનો પીછો છોડતી નથી.

આ વાતનું ઉદાહરણ છે ભીષ્મ પિતામહ, તેઓ બાણશૈય્યા પર હતા ત્યારે શ્રીકૃષ્ણએ તેમને પુછ્યું હતું કે તેમને મૃત્યુ શા માટે નથી આવતું ત્યારે તેમણે 7 જન્મ પહેલાની એક ઘટના યાદ કરાવી હતી. ભીષ્મ પિતામહે એક અધમરા સર્પને ઉપાડીને કાંટા પર ફેંક્યો હતો. આ કારણે તેમને પણ બાણ શૈયા ભોગવવી પડી.

આ વીડિયો જુઓ: જાણો કેવી રીતે ધનલક્ષ્મી કરશે ધનની વર્ષા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન