The World Badminton Federation's new program is stupid saina nehwal
  • Home
  • Sports
  • Other Sports
  • સાઇના નેહવાલ BWFના નવા કાર્યક્રમ પર ભડકી, કહ્યું-‘વાહિયાત નિર્ણય’

સાઇના નેહવાલ BWFના નવા કાર્યક્રમ પર ભડકી, કહ્યું-‘વાહિયાત નિર્ણય’

 | 9:06 pm IST

ઓલિમ્પિક મેડાલિસ્ટ સાઇના નેહવાલ સહિત ભારતના ઘણા ટોચના ખેલાડીઓએ વર્લ્ડ બેડમિન્ટન ફેડરેશન (BWF)ના નવા કેલેન્ડરમાં પાંચ મહિનામાં 22 ટૂર્નામેન્ટ રમાડવાના નિર્ણયને વાહિયાત ગણાવીને કહ્યું હતું કે આ પ્રકારના કાર્યક્રમથી ખેલાડીઓના ઈજાગ્રસ્ત થવાની સંભાવનાઓ વધી જશે. કોવિડ-19ની મહામારીના કારણે બેડમિન્ટનની પણ ઘણી ટૂર્નામેન્ટો રદ કે સ્થગિત કરી દેવામાં આવી છે. ત્યારબાદ બેડમિન્ટન ફેડરેશન દ્વારા નવો કાર્યક્રમ તૈયાર કરવામાં આવ્યો છે.

અનુભવી ખેલાડી પી. કશ્યપે જણાવ્યું હતું કે કોઈ પણ ખેલાડી માટે પાંચ મહિનામાં 22 ટૂર્નામેન્ટમાં ભાગ લેવું અત્યંત મુશ્કેલ છે. અત્યારે ઇન્ટરનેશનલ ટ્રાવેલિંગ ઉપર પ્રતિબંધ હોવાથી ફેડરેશને આ કેલેન્ડર કેવી રીતે તૈયાર કર્યું તેના કારણો સમજાતા નથી. આ ઉપરાંત ખેલાડીઓ વિદેશમાં કેટલા દિવસ માટે એકાંતવાસમાં રહેશે તેની પણ કોઈ ગાઇડલાઇન આપવામાં આવી નથી. અમે તમામ રમત શરૂ થાય તેવું ઇચ્છીએ છીએ પરંતુ હજુ પણ ઘણા પ્રશ્નો છે જેના કોઈ જવાબ નથી. અમે હજુ પ્રેક્ટિસ પણ શરૂ કરી નથી.

સાઇનાએ આૃર્ય વ્યક્ત કરીને જણાવ્યું હતું કે આ વૈશ્વિક સંકટના કારણે ટેનિસ અને બીજી રમતોએ પોતાના કેલેન્ડર જાહેર કર્યા નથી તો બેડમિન્ટન ફેડરેશન કેવી રીતે તૈયાર કરી શકે તે સમજાતું નથી. ઓક્ટોબર સુધી ટેનિસની કોઈ પણ ઇવેન્ટની જાહેરાત કરવામાં આવી નથી. બીડબ્લ્યૂએફના પ્રમુખ એક ઓલિમ્પિક ચેમ્પિયન છે અને તેમણે ખેલાડીઓ પ્રત્યેક સપ્તાહમાં કેવી રીતે રમશે તે વિચારવું જોઈએ. સંપૂર્ણ ફિટ ખેલાડી પણ પાંચ મહિનામાં 22 ટૂર્નામેન્ટ રમી શકે તેમ નથી. પૂરો કાર્યક્રમ બેવકૂફી ભર્યો છે.

આ વીડિયો પણ જુઓ : વલસાડ ગુંદલાવ GIDCમાં કંપનીમાં આગ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન