The world's most powerful laser beam is ready
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • તૈયાર છે દુનિયાનું સૌથી શક્તિશાળી લેસર બીમ

તૈયાર છે દુનિયાનું સૌથી શક્તિશાળી લેસર બીમ

 | 7:00 am IST
  • Share

લેસર કિરણોની વાત આવે એટલે અંગ્રેજી ફિલ્મ ‘સ્ટારવોર’ યાદ આવે. પણ હવે લેસર કિરણો ટીવીના રિમોટથી લઈને રોબોટ સુધીની દરેક ડિવાઈસમાં જોવા મળે છે. એટલું જ નહીં એની તીવ્રતાને પણ સરળતાથી અંકુશ કરી એમ્બેડ કરી શકાય છે. હાલમાં જ દક્ષિણ કોરિયાના ટેક્નોલોજી નિષ્ણાતે દાવો કર્યો છે કે, તેઓ અતિ શક્તિશાળી લેસર વેવ તૈયાર કરવામાં સફ્ળ પુરવાર થયા છે જેનાથી એકરમાં ફેલાયેલા એક આખા યુનિટમાં રોશની કરી શકાય છે. આ માટે તેમણે પ્રાથમિક ધોરણે માત્ર લેસર ટ્રાન્સફેર્મ અને ર્ટિંનગ માટે ધ્યાન આપ્યું હતું. પણ અવકાશી ક્ષેત્રે થતી યોજનાઓને ધ્યાનમાં રાખીને પછી આખા પ્રોજેક્ટમાં મોટા ફેરફર કરાયા હતા. વર્ષ ૨૦૧૩માં થયેલા એક રિસર્ચ રિપોર્ટના આધારે સૂર્યની દિશા તરફ્થી વહેતા એસ્ટ્રોઈડ લેસર પૃથ્વીની સુરક્ષા કરશે એવો દાવો કરવામાં આવ્યો હતો. અમેરિકી સ્પેસ રિસર્ચ એજન્સીએ આ વસ્તુને ડાયરેક્ટ એનર્જી ઓર્બિટ ડિફેન્સ સિસ્ટમ કહી છે. જે પૃથ્વીથી નજીક રહી પસાર થયા હોવાના પુરાવા પણ મળ્યા હતા. અવકાશી ક્ષેત્રે થતાં શોધ-સંશોધનમાં હંમેશાં અન્ય ગ્રહ પર માનવજીવન અંગે મોટું રિસર્ચ કરવામાં આવ્યું છે. એ પછી મંગળ પરથી મળેલા બરફ્ના પુરાવા હોય કે લેન્ડ રોવરની મદદથી મળેલાં ખનીજ તત્ત્વો. જ્યાં જીવના જોખમે વ્યક્તિ નથી પહોંચી શકતી ત્યાં ટેક્નોલોજી પહોંચે છે. ત્યારે આ મામલે ઉમેરો કરનાર આ લેસર બીમ વિશે વધુ જાણકારી મેળવીએ.

શું છે હાઈ ઈન્ટેનસિટી લેસર બીમ?

સામાન્ય રીતે લેઝર જે તે વસ્તુઓ પરથી બીજી વસ્તુઓ પર એક લાઈન કે જુદીજુદી લાઈનસર ટ્રાવેલ કરે છે. જેમાં એક લાઈટ ક્ષમતા હોવાને કારણે એની આસપાસ જાણે હેલોજન લાઈટ મૂકી હોય એવું અજવાળું જોવા મળે છે. પણ સાઉથ કોરિયાના ટેક્નિકલ નિષ્ણાતોએ એવો દાવો કર્યો હતો કે, આ પર સેન્ટિમીટર ૧૦૨૩ વોટનો પ્રકાશ આપે છે. એટલે કે, હજારો બલ્બ એક સાથે પ્રજ્વલિત થાય એટલું આ એક બીમનું અજવાળું છે. આ સાથે નિષ્ણાતોએ એવો દાવો કર્યો છે કે, આ અત્યાર સુધીનું સૌથી શક્તિશાળી લેસર છે. રિસર્ચ કરનારાઓ આને એક માઈક્રોમીટરના આકાર પર કેન્દ્રિત કરવામાં સક્ષમ રહ્યા હતા. આ અભૂતપૂર્વ રેકોર્ડ બ્રેક લેસરની તીવ્રતા એટલી છે કે, સૂર્યથી પૃથ્વી તરફ પહોંચનારા તમામ પ્રકાશને ૧૦ માઈક્રોમીટરના સ્થાન પર કેન્દ્રિત કરવાની ક્ષમતા ધરાવે છે. પેટાવોટ લેઝર ટેક્નોલોજીની મદદથી આ વસ્તુ તૈયાર કરવામાં આવી છે. જે નિષ્ણાતોને અવકાશી ઈલેક્ટ્રોન, પ્રોટોન જેવાં તત્ત્વોને સમજવામાં વધારે મદદ કરશે. આ નવી લેસર ટેક્નોલોજીને વિકસાવવામાં આશરે એક દાયકાથી વધારેનો સમય લાગી ગયો છે. વર્ષ ૨૦૦૪માં મિશિગન યુનિર્વિસટીએ એક રેકોર્ડ નોંધ્યો હતો કે લેઝરની બહારની સપાટી પરથી ૧૦૨૨ વોટનો પ્રકાશ વિસ્તરે છે. એટલું જ નહીં આ લેસરની મદદથી અવકાશી પદાર્થ, તારા કે ત્યાંથી મળી આવતા ખડકની અવધિ, ઉંમર તેમજ એનું અસ્તિત્વ ક્યાં કેટલું અને વિશાળ છે એ સમજવામાં મદદ મળશે. જેને એસ્ટ્રોફિઝિક્સ મૂવમેન્ટ કહેવાય છે.

ખગોળીય ઘટનાઓની અગાઉથી જાણ થશે

લેસરની તીવ્રતા વધારે હોવાને કારણે તે પૃથ્વી પરના કેન્દ્રથી અવકાશ સુધી જઈ શકે છે. એટલે કે અવકાશની અંદરની અને બહારની સપાટી પર થતી કોઈ પણ ખગોળીય ઘટનાઓને એના ચોક્કસ સમય પહેલાં જાણી શકાશે અને તેને લઈને યોગ્ય પગલાં ભરી શકાશે. આ ઉપરાંત જો કોઈ ઘટના બની હશે તો એની તપાસ કરવામાં પણ મદદ મળી રહેશે. આ સિવાય લેસરને કોઈ બીમારી કે વાઇરસ સામે સારવાર હેતુ કેવી રીતે ઉપયોગમાં લઈ શકાય તેનું પણ પરીક્ષણ ચાલી રહ્યું છે. દક્ષિણ કોરિયાના ટેક્નિક નિષ્ણાત પ્રોફેસર નમ ચાંગ હીએ જણાવ્યું કે, કોરેલ્સ PW એ દુનિયાનું સૌથી શક્તિશાળી લેસર છે. આ વાત એના બીમ પરથી પુરવાર થઈ ચૂકી છે. એક દાયકા કરતાં પણ વધારે સમયની જહેમત બાદ એક બીમ પર આટલી મોટી શક્તિશાળી ક્ષમતા પ્રાપ્ત થઈ છે. પૃથ્વીની બહારની સપાટી, અવકાશી ગ્રહ તેમજ તારાઓની આસપાસ થતી દરેક ખગોળીય ઘટના અંગે આના પરથી જાણી શકાશે. ઉપરાંત વાઇરસલક્ષી રોગની સારવારમાં તેના ઉપયોગ અંગે સંશોધનો ચાલી રહ્યાં છે.

લેસર તૈયાર કરવામાં પડકારો પણ ઓછા નહોતા

એક વખત બીમ તૈયાર થઈ ગયા બાદ આ તીવ્રતાને અવકાશ તરફ ફ્લો કરવી સરળ ન હતી. એક એવો મજબૂત એરિયા જોઈતો હતો જે આ તીવ્રતાને સહન કરી શકે. જેને ક્વોન્ટમ ઈલેક્ટ્રોડાયનામાઈટ ડોમ કહે છે. જેમાં ચોક્કસ પ્રકારનાં સુરક્ષિત પરિમાણો તૈયાર કરવામાં આવ્યાં હતાં. બીજી તરફ ઈલેક્ટ્રોન અને પ્રોટોન જે મોટી સંખ્યામાં મળતા હતા એ ગમે તે દિશામાં છૂટા પડી જતા હતા. વેરવિખેર થઈ જવાને કારણે ઈલેક્ટ્રોન ટ્રાવેલિંગ થતું ન હતું, કારણ કે આમાં કોઈ ચોક્કસ દિશા કે ફેર્મેટ નક્કી થતું ન હતું. ટેસ્ટિંગ વખતે તો સમજાયું નહીં કે આવું ક્યા કામ આવી શકે. એક રિસર્ચમાંથી ખ્યાલ આવ્યો કે, અવકાશમાં ચોક્કસ કઈ દિશામાં ઘટના થઈ છે એના ચોક્કસ પોઈન્ટ પણ નથી જાણી શકાતા. ત્યારે આ બંને કોન્સેપ્ટ મેચ થતા મોટી મદદ મળી રહેશે એવો આશાવાદ ઊભો થયો. એટલે આ પેટન્ટ અવકાશી ઘટનાઓને ઊંડાણથી સમજવામાં સાચી પુરવાર થઈ. નિષ્ણાતો ત્યાં સુધી કહે છે કે, આટલાં શક્તિશાળી કિરણો જે પૃથ્વી નજીકથી અને આટલાં સ્પષ્ટ રીતે પસાર થાય છે એ કોઈ સોલાર સિસ્ટમની બહારથી ઉદ્ભવ્યાં હતાં. જેનો મુખ્ય સ્ત્રોત સોલાર સિસ્ટમની બહાર હશે, કારણ કે છેક સુધી એનો આવો પ્રકાશ જળવાઈ રહ્યો હતો.

બે વસ્તુની સૌથી વધુ જરૂરિયાત હતી

આટલા શક્તિશાળી લેસર માટે બે વસ્તુની જરૂરિયાત હતી. હાઈ પાવર આઉટપુટ આપી શકે એવું બીમ અને સૌથી સુરક્ષિત જગ્યાઓ. એક વખત એની તીવ્રતા અંકુશમાં આવ્યા બાદ એના મોગાવોટને પણ ઘટાડી વધારી શકાતા હતા. ચોક્કસ પોઈન્ટ સુધી મર્યાદિત કરી શકાતા હતા. જેમ જેમ તે આગળ વધી રહ્યું હતું તેમ તેમ એમાં જુદા જુદા રંગ પણ જોવા મળ્યા હતા. લાઈટફેક્સ કે ડિફ્યૂસ પણ થતી રહેતી હતી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો