The Xiaomi Mi A3 and Mi A3 Lite are reportedly getting upgraded chipsets
  • Home
  • Technology
  • MI A3 Leaks: શાઓમીનો અપ-કમિંગ સ્માર્ટફોન Mi A3 અને A3 Liteમાં હશે આ પ્રોસેસર

MI A3 Leaks: શાઓમીનો અપ-કમિંગ સ્માર્ટફોન Mi A3 અને A3 Liteમાં હશે આ પ્રોસેસર

 | 12:19 pm IST

શાઓમી પોતાના લાઈનઅપમાં બે સ્માર્ટફોન લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. તેમાં MI A3 અને MI A3 Liteનો સમાવેશ છે. જેવું કે આપણે પહેલા MI A1 અને MI A2 જોઈ ચૂક્યા છીએ, આ અપકમિંગ MI A3 પણ Googleના Android One પ્રોગ્રામ પર ચાલશે. આ બંને સ્માર્ટફોન વિષે પહેલા પણ ઘણા લીક તસ્વીરો જોઈ ચૂક્યા છીએ. તેમાં તાજેતરમાં એક સૂત્ર થકી જાણવા મળ્યું તે MI A3 સીરીઝ Snapdragon 710 અથવા Snapdragon 712ની સાથે આવી શકે છે.

એક સૂત્રએ જણાવ્યું કે, શાઓમી નવી MI A3 સીરીઝમાં Snapdragon 710નો ઉપયોગ નહીં કરે, પરંતુ તેમાં લેટેસ્ટ પ્રોસેસર Snapdragon 730 SoCની સાથે આવશે. એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે MI A3 Lite Snapdragon 675 SoCની સાથે આવશે. શાઓમીએ MI A3ને બામ્બૂ સ્પ્રાઉટ કોડનેમ આપવામાં આવ્યું છે, જેમાં Snapdragon 675 ચિપસેટ હશે.

જણાવી દઈએ કે શાઓમીએ MI CC9 સીરીઝને ચીનમાં લોન્ચ કરી દીધી છે. આ સીરીઝમાં બે સ્માર્ટફોન મોડલ છે, જેમાં MI CC9 અને MI CC9eનો સમાવેશ થાય છે. આ સ્માર્ટફોન 3D ગ્લાસ બેક ડિઝાઈન અને ગ્રેડિએંટ ફિનિશની સાથે આવે છે. તે સિવાય તેમાં 48 મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરો અને ઈન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેંસર આપવામાં આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન