The young man fell into a house with a girl at 2.83 lakh
  • Home
  • Gujarat
  • યુવતી સાથે એક મકાનમાં એકાંત માણવું યુવકને 2.83 લાખમાં પડ્યું

યુવતી સાથે એક મકાનમાં એકાંત માણવું યુવકને 2.83 લાખમાં પડ્યું

 | 10:34 pm IST

ગોંડલના વોરાકોટડા રોડ પર આસોપાલવ પાર્ક શેરી નં.૫માં રહેતા સંજય દેશાભાઈ વસોયા 41ગોંડલના જ ઘોઘાવદર ગામની વતની પરિચીત યુવતી ઉષા ડોબરીયાએ સખી નીપા ઝાલા સાથે મળી હની ટ્રેપની જેમ ફસાવી, પોલીસનો સ્વાંગ રચનાર સાગરીત પ્રવિણ ડાંગર નામના શખસ સાથે મળી 2.83 લાખ રૂપીયા પડાવ્યાની ફરિયાદ રાજકોટના બી ડિવીઝન પોલીસમથકે નોંધાઈ છે.

વિગતો મુજબ સંજય અને ઉષા બંને વચ્ચે પરિચય હતો. ઉષાને રાજકોટ સામાન ફેરવવો હોવાથી સંજય મદદરૂપ બન્યો હતો અને બંને રાજકોટ આવ્યા હતા જે તે સમયે ઉષાએ નીપા સાથે સંજયની ઓળખ કરાવી જાળમાં ફસાવ્યો હતો. નીપા અને સંજય પેડક રોડ પરના એક મકાનમાં એકાંત માણતા હતા. એવા સમયે જ ગોઠવણ મુજબ પ્રવિણ ડાંગર નામધારી એક શખસ મકાન પર ધસી આવ્યો હતો અને પોતાની ઓળખ બી ડિવીઝનના પોલીસમથકમાં ફરજ બજાવતો હોવાની આપી સંજયને ફીટ કરી દેવાની ધમકી આપી હતી.

બે યુવતી અને પોલીસનો સ્વાંગ રચનાર પ્રવિણે એકાદ માસ સુધી સંજયને ધમકાવે રાખ્યો અને 2.83 લાખ રૂપીયા પડાવ્યા હતા. ગુમસુમ, ચિતિંત રહેતા યુવકની હાલત અંગે મિત્રોએ પુછતા અંતે સંજયે પરિચિત સમક્ષ સમગ્ર વાત કરી હતી. જો કે પોલીસ ઉલ્ટાની પોતાને ફસાવી દેશે તેવા ડરે ફરિયાદ કરતા ડરતો હતો. અંતે મિત્રો, પરિચિતોએ હિંમત આપતા એકાદ માસથી ત્રિપુટી વચ્ચે પીંસાતા સંજયે ઉષા, નીપા અને પોલીસ બનનાર પ્રવિણ હનીટ્રેપ જેવો કિમીયો રચી યુવકને ફસાવી, મારમારી બળજબરીથી નાણા પડાવવાનો પીએસઆઈ એન.જે.જાડેજા, વિક્રમસિંહે ગુનો નોંધ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન