The young man in a swirl trying to kiss Woman publicly
  • Home
  • Gujarat
  • પરિણીતાને ‘આઈ લવ યુ’ કહી જાહેરમાં હાથ પકડી ચુંબન કરવાની કોશિશ કરતા ચકચાર

પરિણીતાને ‘આઈ લવ યુ’ કહી જાહેરમાં હાથ પકડી ચુંબન કરવાની કોશિશ કરતા ચકચાર

 | 7:43 pm IST

સંતાનોને સ્કૂલે લેવા જતી પરિણીતાનો બાઈક પર પીછો કરી માતાવાડીના રત્નકલાકાર યુવકે તેણીને આઈ લવ યુ કહી જાહેરમાં બંને હાથ પકડી ચુંબન કરવાની કોશિશ કરતા ચકચાર મચી ગઈ હતી. પરિણીતાએ પતિને કરેલી ફરિયાદ બાદ યુવકની ઓળખ થતાં મામલો વરાછા પોલીસમાં પહોંચતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તેને શોધી કાઢી જેલના સળિયા ગણતો કર્યો હતો.

મળતી માહિતી મુજબ વરાછા વિસ્તારમાં રહેતી પરિણીતા ગત તા. 11મીએ સાંજે ઘર નજીક આવેલી સ્કૂલમાં અભ્યાસ કરતા તેણીના બે બાળકોને લેવા જઈ રહી હતી. દરમિયાન બાઈક પર પરિણીતાનો પીછો કરતો એક યુવક અચાનક તેણીની પાસે ધસી આવ્યો હતો, અને આઈ લવ યુ કહી રસ્તો રોકી લીધો હતો. પરિણીતા કાંઈ સમજે તે પહેલાં જ અજાણ્યા યુવકે તેણીના બંને હાથ પકડી લઈ જાહેરમાં ચુંબન કરવાની કોશિશ કરી હતી. જેને પગલે ગભરાયેલી પરિણીતા પોતાનો હાથ છોડાવી ભાગી હતી.

આ ઘટના બાદ આગળ પરિણીતાને પતિનો મિત્ર મળતા તેને આખી વાત કરી હતી. ત્યારબાદ પોતાની સાથે બનેલી ઘટનાથી પતિને પણ વાકેફ કર્યા હતા. જેને પગલે પતિએ સ્થાનિક વિસ્તારમાં જઈ તપાસ કરતા પત્નીનો પીછો કરનારા યુવકની ઓળખ વરાછા, માતાવાડી સ્થિત પરમહંસ સોસાયટીમાં રહેતા રત્નકલાકાર ભાવેશ પ્રવીણ પાંડવ તરીકે થઈ હતી. ત્યારબાદ શનિવારે પરિણીતાએ વરાછા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પીઆઈ ડી. એસ. કારોટએ જણાવ્યું હતું કે, પરિણીતાની ફરિયાદ બાદ સ્થાનિક વિસ્તારના સીસીટીવી ચેક કરતા ભાવેશ દેખાઈ આવ્યો હતો. ત્યારબાદ પોલીસે તેને ઝડપી પાડયો હતો. ભાવેશ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન