The young man was found beaten on charges of mobile theft
  • Home
  • Gujarat
  • મોબાઈલ ચોરીના વહેમમાં યુવાનને નગ્ન કરી માર માર્યો, વીડિયો વાયરલ

મોબાઈલ ચોરીના વહેમમાં યુવાનને નગ્ન કરી માર માર્યો, વીડિયો વાયરલ

 | 9:42 pm IST

ભટાર, ઇન્દિરાનગર ખાતે મોબાઈલ ચોરીના વહેમમાં એક યુવકને બે મિત્રોએ નગ્ન કરી ઢોરમાર મારવા સાથે તેનો વીડિયો બનાવી વાયરલ કરવાની ધમકી આપી હતી. બંને મિત્રોના અત્યાચારનો ભોગ બનેલો યુવક ઘરે પહોંચતા તેને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.

પ્રાપ્ત માહિતી મુજબ ભટાર ખાતે ઇન્દિરાનગરમાં રહેતો ધર્મેશ અંબાળે મજૂરી કામ કરે છે. શુક્રવારે બપોરે ઘર નજીક રહેતા અરબાઝ અને ગોઠિયા નામના બે મિત્રો ધર્મેશ પર મોબાઈલ ચોરીનું આળ મૂકી પોતાની સાથે એક રૂમમાં લઈ ગયા હતા. ત્યારબાદ તેમનો મોબાઈલ ફોન ચોરી કર્યો હોવાનો વહેમ રાખી અરબાઝ અને ગોઠિયાએ ધર્મેશને ઢોર માર માર્યો હતો. આટલું ઓછું હોય તેમ બંને જણાએ ધર્મેશને માર મારવા સાથે નગ્ન કરી તેમના ઇમરાન નામના મિત્રની મદદથી મોબાઈલમાં વીડિયો ઉતાર્યો હતો. ત્યારબાદ તેને જાનથી મારી ધમકી આપી છોડી મૂક્યો હતો.

ઇજાગ્રસ્ત હાલતમાં ઘરે પહોંચેલા ધર્મેશે આપવીતી કહેતા તેને માતા-પિતાએ સ્મીમેર હોસ્પિટલમાં ખસેડયો હતો, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. ઇમરાને ધર્મેશના સાગર મરાઠે નામના મિત્ર પાસે આવી તેનો વીડિયો શેર કર્યો હતો, અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી. આખો મામલો ખટોદરા પોલીસમાં પહોંચતા એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરાઈ છે. બનાવની તપાસકર્તા એસીપી એચ.ડી. મેવાડાએ જણાવ્યું હતું કે, અરબાઝની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે ગોઠિયાની શોધખોળ ચાલી રહી છે. ધર્મેશની પૂછપરછ બાદ વિસ્તૃત હકીકત સામે આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન