The young man, who called Sara Ali Khan a Bhabhi actress Video Viral
  • Home
  • Entertainment
  • Bollywood
  • સારા અલી ખાનને ભાભી કહેનારા યુવકને એક્ટ્રેસ મારવા દોડી, વીડિયો વાયરલ

સારા અલી ખાનને ભાભી કહેનારા યુવકને એક્ટ્રેસ મારવા દોડી, વીડિયો વાયરલ

 | 1:48 pm IST

બોલિવૂડ એક્ટર કાર્તિક આર્યન અને એક્ટ્રેસ સારા અલી ખાનની ફિલ્મ ‘લાવ આજ કલ 2’ આજે એટલે કે વેલેન્ટાઇન ડેના દિવસે સિનેમાઘરોમાં રિલીઝ થઇ ગઇ છે. આ ફિલ્મને દર્શકો પસંદ પણ કરી રહ્યા છે. ‘લાવ આજ કલ 2’માં કાર્તિક અને સારાની જોડી પ્રથમવાક સાથે નજર આવી રહી છે. ફિલ્મ સિવાય બંન્ને સ્ટાર્સ હાલમાં પોતાના કેટલાક વીડિયોને લઇ ચર્ચામાં છે. સોશિયલ મીડિયામાં બંન્નેના એક બાદ એક વીડિયો વાયુવેગે વાયરલ થઇ રહ્યા છે. આ દરમિયાન બંન્નેનો વધુ એક વીડિયો સોશિયલ મીડિયામાં આવ્યો છે. આ વીડિયોને જોઇ તમે સાચે જ તમારી હસી રોકી નહી શકો.

સારા અલી ખાન અમે કાર્તિક આર્યનના આ વાયરલ વીડિયોમાં કાર્તિક બે યુવકો સાથે ફુટબોલ રમી રહ્યો છે. ત્યારે જ સારા આવે છે અને એક નાનો છોકરો કહે છે કે, કાર્તિક ભાઇ ભાભી આી ગયા. આ પર કાર્તિક જોરજોરથી હસવા લાગે છે. આ સાંભળી સારા પણ હસવા લાગે છે. તે કાર્તિકને કહે છે કે, તે કહેરાવ્યું છે ને… આ પર કાર્તિક કહે છે કે, ના ગણા સમયથી તે કહી રહ્યો છે કે, ભાભી ક્યાં છે. બાદમાં સારા ગુસ્સામાં તે યુવકને કહે છે કે, અહિં આવ ભાભી કોને કહે છે…। આ વીડિયોને કાર્તિક આર્યને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. અત્યાર સુધીમાં આ વીડિયોને લાખો લોકો જોઇ ચૂક્યા છે.

View this post on Instagram

Bhabhi kisko bola ☺️

A post shared by KARTIK AARYAN (@kartikaaryan) on

હાલમાં જ કાર્તિક આર્યન અને એક્ટ્રેસ સારા અલી ખાનના વીડિયોને એક્ટરના ફેન પેજ પર શેર કરવામાં આવ્યો હતો તે વાયરલ થયો હતો. આ વીડિયોમાં બંન્ને સ્ટાર્સ વાતચીત કરતા નજર આવી રહ્યા છે. આ દરમિયાન સારાએ પોતાનો હાથ જે કાર્તિકના હાથમાં હતો તેને પકડી સામે લાવે છે. બાદમા સારાએ કાર્તિકના હાથને પોતાની કમર પર રાખ્યો હતો. આ દરમિયાન બંન્ને ખુબ જ રોમેન્ટિક નજર આવી રહ્યા હતા.

આ વીડિયો પણ જુઓ : કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવના સરકાર પર પ્રહાર

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન