The youth beat the girl publicly in Ahmedabad
  • Home
  • Ahmedabad
  • ‘તું મળવા કેમ આવતી નથી’, તેમ કહી કરી બિભત્સ માંગણી, વિરોધ કરતાં જાહેરમાં યુવતીને માર માર્યો

‘તું મળવા કેમ આવતી નથી’, તેમ કહી કરી બિભત્સ માંગણી, વિરોધ કરતાં જાહેરમાં યુવતીને માર માર્યો

 | 11:30 am IST

ન્યૂ રાણીપમાં આનંદ પાર્ટી પ્લોટ સામે ગંગોત્રી સોસાયટી નજીક 13 વર્ષની સગીર કિશોરીનો યુવકે હાથ પકડી મળવા કેમ નથી આવતી તેમ કહી બિભત્સ માંગણી કરી હતી.

કિશોરીએ વિરોધ કરતાં આરોપીએ જાહેરમાં તેણે માર માર્યો હતો. સાબરમતી પોલીસે રવિવારે સાંજે બનેલી ઘટના અંગે પોક્સો એક્ટ મુજબ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

કાળીગામ વિસ્તારમાં રહેતી 13 ર્વિષય બીજલ (નામ બદલ્યું છે) ન્યુ રાણીપની ગંગોત્રી સોસાયટી પાસેથી પસાર થતી હતી. તે સમયે સાંજના 6.15 વાગ્યે આરોપી અજયે સ્થળ પર જઈને બીજલનો હાથ પકડયો હતો. હાથ પકડીને અજયે તું મળવા કેમ આવતી નથી તેમ કહી બિજલ પાસે બિભત્સ માંગણી કરી હતી.

બિજલે આરોપીનો વિરોધ કરતાં અપશબ્દો બોલીને તેણે જાહેરમાં માર મારીને હુમલો કર્યો હતો. બનાવને પગલે લોકો એકત્ર થઈ જતાં આરોપી સ્થળ પર નાસી છૂટયો હતો.

બનાવને પગલે બિજલના પિતાએ સાબરમતી પોલીસ સ્ટેશનમાં કાળીગામમાં રહેતાં અજય પૂનમ દંતાણી વિરૃદ્ધ છેડતી, પોક્સો એક્ટ તેમજ મારમાર્યાની કલમો હેઠળ ફરિયાદ કરી હતી. પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન