the Ahmadabad city which Ahmad Shah built of The zodiac
  • Home
  • Astrology
  • અહમદશાહ બાદશાહે જેને વસાવ્યું તે અમદાવાદ શહેરનું રાશિફળ

અહમદશાહ બાદશાહે જેને વસાવ્યું તે અમદાવાદ શહેરનું રાશિફળ

 | 8:00 am IST

ચાઇનીઝ જ્યોતિષ

અમદાવાદ ઉપર રાહુનું ભ્રમણ ચાલે છે. અમદાવાદ શહેરની કુંડળી ઉપરથી અમદાવાદીઓની વિવિધતા શું? વેપાર, ધંધા, ધાર્મિકતાની દૃષ્ટિએ શું? વેપાર તથા મિલ ઉદ્યોગ અને કાપડ ઉદ્યોગની સ્થિતિ શું? કાયદો અને વ્યવસ્થા તથા અજંપા બાબતમાં શું? તમામ આંદોલનો અમદાવાદથી કેમ? ચમરબંધી સરકાર અમદાવાદથી કેમ બદનામ થાય છે? અમદાવાદમાંથી થયેલા મુખ્યમંત્રીઓ કેવા હોય છે? હવે પછી અમદાવાદનું શું?

અમદાવાદની મિથુન લગ્ન અને મેષ રાશિની કુંડળી ઉપરથી જોતાં જન્મલગ્ન કુંડળી ઉપરથી લગ્નાધિપતિ બુધ ભાગ્યસ્થાનમાં છે. બુધ શિક્ષણ તથા વેપાર સાથે તથા પત્રકારત્વ લાઈન સાથે સંકળાયેલો છે અને ભાગ્યસ્થાનમાં છે. જેનાથી વેપાર, ઉદ્યોગ, કોલેજો, યુનિવર્સિટી તથા પત્ર-કારત્વનો વિકાસ ઘણો થયો છે. અમદાવાદમાંથી બનેલા મંત્રીઓ તથા મુખ્યમંત્રીઓ આ લાઈન સાથે સંકળાયેલા આવ્યા છે.

મંગળ લાભસ્થાનનો માલિક થઈને ભાગ્યસ્થાનમાં હોવાથી મિલ ઉદ્યોગ તથા અન્ય ઉદ્યોગો વિકાસ પામ્યા છે. કર્મસ્થાનનો માલિક ગુરુ પરાક્રમ સ્થાનમાં રહીને ભાગ્ય-સ્થાનમાં લાભાધિપતિ મંગળ તથા લગ્નાધિપતિ બુધને સંપૂર્ણ દૃષ્ટિ કરે છે. કર્મસ્થાન અમદાવાદનું ગુરુનું સ્થાન છે. જેનાથી માનવતા, ધાર્મિકતા, દયા, પરોપકારવૃત્તિ અને અનેક ધાર્મિક કામો અમદાવાદમાં થાય છે અને અમદાવાદીઓ સાહસિક વૃત્તિ ધરાવે છે.

કર્મસ્થાનમાં રહેલા સૂર્ય-રાહુથી અમદાવાદને ઘણા પ્રશ્રોમાં કલંકિતા લાગે છે. સૂર્ય એટલે સરકાર રાહુથી કલંકિતા હોવાથી અમદાવાદમાં તમામ આંદોલનો સરકાર સામે થાય છે અને સરકારને અપજશ મળે છે. મંગળ ગ્રહ ભાગ્યસ્થાનમાં ગુરુની દૃષ્ટિમાં હોવાથી જમીન, મિલકતોના વેપાર તથા શનિ-મંગળનો પરિવર્તનયોગ થવાથી શનિ પણ ભાગ્યસ્થાનમાં ગુરુની દૃષ્ટિમાં આવતા મિલ ઉદ્યોગો વિકાસ પામ્યા છે.

ધનાધિપતિ ચંદ્ર, શનિ સાથે વિષયોગકારક હોવાથી તથા પરિવર્તનયોગમાં શનિ-ચંદ્રનો દૃષ્ટિયોગ થવાથી મિલકતોના પ્રશ્રો, કાપડ ઉદ્યોગના પ્રશ્ને અનેક નાણાકીય ખરાબ સ્થિતિ ઊભી થાય છે. શુક્ર-ચંદ્રની દૃષ્ટિ પંચમસ્થાને પડવાથી અમદાવાદીઓ ખાવાપીવામાં તથા ભોગવવામાં વિલાસી હોય છે. ખરીદશક્તિ પણ વધુ હોય છે. મોટી ક્લબોનાં આયોજનો વધુ થાય છે.

ચંદ્ર લગ્ન તથા ગોચરની કુંડળી અને ગ્રહો જોતાં મેષના રાહુનું ભ્રમણ અમદાવાદ ઉપરથી ૨૦૧૮ની શરૂઆતથી છે. આ રાહુ વેપારસ્થાનના અને સુખસ્થાનના અધિપતિ શનિ અને ચંદ્ર ઉપરથી થાય છે, જેનાથી નોકરિયાત, વેપારી, મિલકતો ધરાવનારને અજંપો ચાલુ છે. આ રાહુના ભ્રમણથી કાયદો-વ્યવસ્થા કથળ્યાં છે. આ રાહુ ૨૦૧૯ના ઓગસ્ટ માસ સુધી કાયદો અને વ્યવસ્થાનું ધ્યાન દોરે છે. અત્યાર સુધીમાં કર્મસ્થાનમાં નીચનો ગુરુ ત્રાસદાયક હતો. જેનાથી લોકોના વેપાર તથા કર્મજીવન ઉપરથી અસર થઈ હતી.

તા.૨૫ જાન્યુઆરી, ૨૦૨૦થી ગુરુ કુંભ રાશિમાં આવતા તથા લાભસ્થાનમાં મંગળ અને બુધ ઉપરથી પસાર થતાં વેપાર તથા ઉદ્યોગમાં સમય સુધરશે. ૨૦૧૯ના ઓગસ્ટ માસ પછી બારમે સ્થાને મીનનો રાહુ આવતાં અને ગોચરના રાહુનું ભ્રમણ થતાં રાજ્ય સત્તાની સામે કોઈ મોટાં આંદોલનો તથા પડકાર ઊભાં થાય. સરકારે નિર્ણયોમાં સાચવવું. સત્તાધારી પક્ષને તકલીફો પડે. કાયદો અને વ્યવસ્થા પણ સતત સાચવવી જરૂરી છે. નહીં તો સરકાર બદનામ થશે

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન