Haidarabad Police claims to solvve case theft in Nizam museum
  • Home
  • India
  • નિજામ મ્યૂઝિયમમાંથી સોનાના કુરાનની ચોરી કરવી હતી પણ ચોરોએ અજાન થતાં બદલ્યો હતો ઈરાદો

નિજામ મ્યૂઝિયમમાંથી સોનાના કુરાનની ચોરી કરવી હતી પણ ચોરોએ અજાન થતાં બદલ્યો હતો ઈરાદો

 | 8:00 pm IST

હેદરાબાદના નિજામ મ્યૂઝિયમમાંથી બેશુમાર કિંમતી સામાનોની ચોરીના મામલામાં બે પોલીસની તપાસ દરમિયાન બે ચોરની ધરપકડ કરીને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે તેમાં ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. બંને ચોરે હૈદરાબાદ પોલીસની પૂછપરછમાં સ્વીકાર કર્યો હતો કે તેઓ મ્યૂજિયમમાં રહેલી સોના કેસમાં રાખવામાં આવેલી પવિત્ર કુરાન ચોરવા ઈચ્છતા હતા પણ તે જ સમયે નજીકની મસ્જિદમાંથી અજાનનો અવાજ સંભળાતા તેઓએ તેમનો ઈરાદો માંડી વાળ્યો હતો.

આ ચોરીના માસ્ટરમાઈન્ડ મોહમ્મદ ગોસ પાશા અને મોહમ્મદ મુબીન બોલિવુડની ફિલ્મોની તર્જ પર આ ઘટનાને અંજામ આપવા ઈચ્છતા હતા. બંનેની પૂછપરછમાં એક અન્ય રોચક વાત સામે આવી હતી કે પોલીસનું કહેવું છે તે આ કેસમાં પકડાયેલા આરોપી રોજ મ્યૂઝિયમમાંથી સોનાના ટિફિનની ચોરી કરીને તેમાં રોજ લંચ કરવાનો આનંદ ઉઠાવતા હતા. આ ટિફિનમાંથી નિઝામે ભલે ન ખાધુ હોય પણ ચોરી તેનો દરરોજ આનંદ લેતા હતા. હૈદરાબાદ પોલીસે આ સનસનીખેજ ચોરીનો ભેદ ઉકેલી નાંખ્યો હોવાનું જણાવ્યું હતું.

પોલીસ અનુસાર ફિલ્મી સ્ટાઈલમાં ચોરીની વારદાતને અંજામ આપ્યો. એ પછી તેઓ ફરાર થઈને મુંબઈ પહોંચી ગયા હતા. બંને આરોપીઓ વૈભવી જિંદગી વિતાવતા હતા. પકડાયા તે પહેલા તેઓ એક લક્ઝરી હોટલમાં ઉતર્યા હતા. 4 કિલો સોનું, હીરા, માણેક, પન્ના જડિત આ ટિફિન નિજામની વૈભવશાળી વિરાસતનું પ્રતીક છે. કરોડોની કિંમતના આ ટિફિન બોક્સનો ચોર રોજ ઉપયોગ કરતાં હતા.

નિઝામનો ગોલ્ડન ટી કપ પણ થયો હતો ચોરી
પોલીસ અનુસાર 2જી સપ્ટેમ્બરના ગેંગના બે સભ્યો એક વેન્ટિલેટરમાં થઈને પુરાની હવેલીના ઓલ્ડ ક્વાટર્સમાં ધૂસ્યા હતા. તેમણે લોખંડની ગ્રિલને તોડીને મ્યુઝિયમમાં પ્રવેશ કર્યો હતો અને ઘટનાને અંજામ આપ્યો હતો. આ અંગે જાણ થતાંજ પોલીસે બહુ મોટાં સ્કેલ પર તપાસ અભિયાન ચલાવ્યું હતું. આમછતાં ચોરોનો કોઈ સુરાગ નહોતો મળ્યો. તે પછી પરિસરના અંદર લગાડવામાં આવેલા 32 કેમેરા દ્વારા લેવાયેલા સીસીટીવી  ફૂટેજની તપાસ કરવામાં આવી હતી. જેમાં આ બે ચોર વિશે થોડી માહિતી મળી હતી.

શા માટે મ્યૂઝિયમમાં ઘૂસ્યા હતા ચોર
પોલીસ ઉચ્ચ અધિકારી અંજની કુમારે જણાવ્યું હતું કે પૂછપરછ દરમિયાન ચોરોએ જણાવ્યું હતું કે તેઓ સોનાના કેસમાં રાખવામાં આવેલી કુરાનની ચોરી કરવા મ્યૂઝિયમમાં ધુસ્યા હતા. આ કુરાન બેશુમાર કિંમતી છે. મ્યૂઝિયમની અંદર ટિફિન બોક્સ, સોનાના કપની ચોરી કરીને તેઓ એક અન્ય કબાટ તરફ આગળ વધ્યાં હતા. આ કબાટમાં અંદર સોનાના કેસમાં કુરાન રાખવામાં આવી હતી. જ્યારે તેઓ કબાટ ખોલવા જતા હતા ત્યારે જ નજીકની મસ્જિદમાં અજાનની અવાજ સંભળાઈ હતી. અજાનની અવાજ સંભળાતા તેઓ ડરી ગયા હતા. તે પછી તેમણે કુરાનની ચોરી ન કરતાં ત્યાંથી ચાલતી પકડી હતી.


પોલીસ અધિકારીએ વધુંમાં જણાવ્યું હતું કે ચોરી કરવામાં આવેલા સામાનની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં 130 ક રોડ રૂપિયા છે.  પોલીસને અંદેશો હતો કે આ ચોરીમાં મ્યૂઝિયમના કોઈ વર્તમાન કે પૂર્વ કર્મચારીનો હાથ હોઈ શકે છે. હાલમાં આ મ્યૂજિયમમાં કુલ 450 ચીજો પ્રદર્શનમાં મૂકવામાં આવી છે. જેમાં અનેક નિજામ સપ્તમ અને મીર મહબૂબ અલી ખાનની છે. આ સામાનોની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 250થી 500 કરોડ રૂપિયા જેટલી છે.

1967માં નિઝામ મીર ઉસ્માન અલી ખાનની મોત પછી તેમની સાથે જોડાયેલી અનેક ચીજોને અયોગ્ય રીતે દેશ બહાર લઈ જવામાં આવી હતી. હેરિટેજ વિશેષજ્ઞોનું માનવું છે કે આર્ટ એન્ડ ક્રાફ્ટની 60 હજારથી વધારે કલાકૃતિઓ, જ્વેલરી, ક્રોકરી, ઝુમર, જૂતા, હીરા કિંમતી પત્થર અને ફર્નિચરને પણ ગેરકાયદે દેશ બહાર લઈ જવામાં આવ્યું હતું. નિજામની પાસે 400 ટન સોનું અને 350 કિલોગ્રામ અતિશ્રેષ્ઠ ક્વોલિટીના હીરા હતા.


8 હજાર કરોડની ગોલ્ડ મહોર
શહેરના ઈતિહાસકાર અને જાણીતા મુદ્રા શાસ્ત્રી ડો. મોહમ્મદ સૈફુલ્લાહે કહ્યું કે 1986માં જ્યારે સોનાની મહોર સ્વિત્ઝરલેન્ડમાં નીલામી માટે રાખવામાં આવી હતી ત્યારે તેની શરૂઆતની કિંમત 83 લાખ યુએસ ડોલર આંકવામાં આવી હતી. તેમણે કહ્યું કે એ સમય તેમની નીલામી ન થઈ શકી. તે પછી તેને કોઈએ જોઈ નથી. આવી પ્રાચીન વિરાસતોના ક્રેઝને જોતા આ ચીજોની કિંમત દર બે વર્ષે બેથી ચાર ગણી થઈ જાય છે. તે મહોરનું વજન 11.193 કિલોગ્રામ હતું અને તે દુનિયાનો સૌથી મોટો સોનાનો સિક્કો હતો. આજના હિસાબે આ મહોરની કિંમત 8 હજાર કરોડ રૂપિયા આંકવામાં આવી છે.