theft at mahndra singh dhonis rented house in noida
  • Home
  • Sports
  • Cricket
  • ધોનીને મોટો ઝટકો: વર્લ્ડ કપ દરમિયાન ઘરમાં ચોરી, આટલો સામાન લઈ ચોરો ફરાર

ધોનીને મોટો ઝટકો: વર્લ્ડ કપ દરમિયાન ઘરમાં ચોરી, આટલો સામાન લઈ ચોરો ફરાર

 | 10:49 am IST

ICC વર્લ્ડ કપમાં બેટિંગ કરીને ધમાલ મચાવનાર અને શાનદાર પરફોર્મન્સ આપનાર ધોની માટે એક ખરાબ સમાચાર મળી રહ્યાં છે. દિલ્હીના નોયડામાં ચોરોએ ધોનીનાં ઘરમા ચોરી કરી છે. મળતી માહિતી પ્રમાણે ચોર ધોનીના ઘરેથી LED ટીવી, ઈનવર્ટર, લેપટોપ, મોબાઈલ ફોન અને ગેસ સિલિન્ડરની પણ ચોરી કરી ગયાં છે.

તમને જણાવી દઈએ કે ધોનીનાં જે ઘરમા ચોરી થઈ છે એ નોયડાના સેક્ટર 104માં આવેલું છે. બાબત મોટી છે એટલે પોલીસ તરત સક્રિય થઈ ગઈ અને 3 લોકોની ધરપકડ પણ કરી લીધી છે. ધોનીનાં ઘરમાં ચોરીના આરોપમાં પોલીસે જે 3 લોકોની ધરપકડ કરી છે એમાં સહાબુદીન, રાહુલ અને ઈકબાલ છે. ધોનીએ આ મકાન વિક્રમ સિંહ નામનાં એક શખ્સને ભાડે આપ્યું હતું.

ઉલ્લેખનીય છે કે મહેન્દ્ર સિંહ ધોનીનાં ગ્લવ્સ પર ભારતીય સેનાનાં ‘બલિદાન’ બેઝનાં લોગોને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે હટાવવાનો આગ્રહ કર્યો છે. આઈસીસીએ બીસીસીઆઈને અપીલ કરી છે કે તે ધોનીને તેના ગ્લવ્સ પર બનાવવામાં આવેલા સેનાનાં ખાસ લોગોને હટાવવાનું કહે. આઈસીસી વિશ્વ કપ 2019માં ભારતની પહેલી મેચમાં ધોની સાઉથ આફ્રિકા સામે વિકેટકીપિંગ ગ્લવ્સ પર ભારતીય પેરા સ્પેશલ ફૉર્સનાં ચિહ્ન સાથે રમ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન