માલિક દુકાનમાં સાફસફાઈ કરતો હતો, ત્યારે ચોર હાથસફાઈ કરી ગયો - Sandesh
  • Home
  • Gujarat
  • માલિક દુકાનમાં સાફસફાઈ કરતો હતો, ત્યારે ચોર હાથસફાઈ કરી ગયો

માલિક દુકાનમાં સાફસફાઈ કરતો હતો, ત્યારે ચોર હાથસફાઈ કરી ગયો

 | 3:07 pm IST

સુરતના ઉધના વિસ્તારમાં આવેલ મોબાઈલ શોપ એન્ડ મની ટ્રાન્સફરની દુકાનમાંથી નજીકમાં જ રહેતા યુવાને રોકડા રૂપિયા તેમજ મોબાઈલની ચોરી કરી ફરાર થઇ ગયો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના ઉધના વિસ્તારમાં શ્રી રામ ફૂટીર નજીક આશિષ મોબાઈલ શોપ એન્ડ મની ટ્રાન્સફરની દુકાન આવેલી છે. આ દુકાનના માલિકે સોમવારની સવારે પોતાની દુકાન ખોલી હતી. દુકાન ખોલતી વેળાએ માલિકે સાફસફાઈ શરૂ કરી તે વેળાએ એક શખ્સ દુકાનમાં આવ્યો હતો. તે મોબાઈલ રિચાર્જનુ બહાનુ કાઢી દુકાન પર આવ્યો હતો.

14088791_1270502992969398_591710629_n

દુકાન માલિક એક તરફ બહાર સાફ સફાઈ કરિ રહ્યો હતો, ત્યારે ચોરે ડ્રોઅરમાં રહેલા રોકડા રૂપિયા ચાર હજાર તેમજ મોબાઈલની ચોરી કરી હતી. .બાદમાં માલિક જેવો દુકાનમાં આવ્યો તો મોબાઈલ રિચાર્જ કરવાનું બહાનું કાઢી ત્યાંથી પળભરમાં નાસી છૂટ્યો હતો. જો કે ચોરની આ કરતૂત દુકાનમાં રહેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી. ચોરી થયાની જાણ થતા મોબાઈલ શોપના માલિકે દુકાનના સીસીટીવી ચેક કરતા તેમાં ચોર શખ્સ કેદ થયો હતો. માલિકે ઉધના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાણી તૈયારી દર્શાવતા પોલીસે આગળની તપાસ આદરી હતી.