Then fear that after personal Relationship life style
  • Home
  • Supplements
  • Nari
  • સેક્સ કર્યા પછી ડર લાગે છે કે બાળક તો નહી રહી ગયું હોય ને

સેક્સ કર્યા પછી ડર લાગે છે કે બાળક તો નહી રહી ગયું હોય ને

 | 9:50 am IST

પ્રશ્નઃ નમસ્તે સર, મારી ઉંમર ૩૦ વર્ષ છે. મારા માટે હાલ લગ્નની વાત ચાલી રહી છે. મેં ઘણાં છોકરાઓ જોયા છે. હાલ મારા પપ્પા તેમના મિત્રના દીકરા સાથે મારાં લગ્નની વાત કરી રહ્યાં છે. હું તે છોકરાને મળી છું. મળ્યા બાદ મેં મારા પિતાને કહ્યું કે મને વિચારવા માટે થોડો સમય આપે. અમે થોડી વાત કરીએ. પછી હું હા કે નાનો જવાબ આપું, પરંતુ એ લોકો ઉતાવળ કરી રહ્યા છે. પ્રશ્ન એ છે કે મને આ છોકરો નથી ગમતો. તે દેખાવે કાળો છે, મારાથી બે વર્ષ નાનો છે.

આમ, સ્વભાવે તે અને તેનો પરિવાર ખૂબ જ સારા છે પણ હું મનથી તેને ચાહી જ નથી શકતી. અમે થોડા સમયથી ફોન પર વાતો પણ કરીએ છીએ પણ હજુ જોઇએ તેટલું બોન્ડિંગ નથી થયું. મારે શું કરવું જોઇએ. છોકરો વેલ સેટલ છે, મારી સાથે તેણે નિખાલસતાથી તેના પાસ્ટ વિશે વાત કરી હતી. કે તેની એક ગર્લફ્રેન્ડ હતી, અને તેની સાથે તેને ફિઝિકલ રિલેશન પણ હતા પણ હવે કાંઇ નથી. હવે તે બધું જ ભૂલીને આગળ વધી ગયો છો. તે તેના કામ અંગે પણ ઘણો જ જાગ્રત છે. બસ, મને તેનો દેખાવ નથી ગમતો. મારી ઉંમર ૩૦ વર્ષ થઇ ગઇ હોવાથી ઘરમાં ઉતાવળ કરે છે, પણ મને ડર લાગે છે કે હું હા કહી દઉં તો શું હું તેને મનથી સ્વીકારી શકીશ? શું હું તેની સાથે સેક્સ કરી શકીશ?

જવાબઃ વિશ્વાસ રાખો કોઈપણ સ્ત્રી માટે છોકરાના દેખાવ કરતાં સ્વભાવ મહત્ત્વનો હોય છે. છોકરો કઇ રીતે પોતાની પત્નીને, પરિવારને સાચવે છે? કઇ રીતે તેની કેર કરે છે, તેને પ્રેમ કરે છે તે જોઇએ સ્ત્રી છોકરાના પ્રેમમાં પડતી હોય છે. જ્યારે તમે એને એના સ્વભાવના કારણે ચાહવા લાગશો તો દેખાવ ગૌણ બની જશે.  સુંદર દેખાતો પતિ થોડાક સમય તમારો ઈગો સંતોષવા પૂરતો સારો લાગે, પરંતુ જો એ તમારી કદર ન કરતો હોય તો  સુંદર દેખાવ શું કામનો? જીવનભર માત્ર શારીરિક આકર્ષણ કામ ન લાગે.

જીવનમાં તમને લાગણીભર્યું વર્તન જ સુખ આપી શકશે. માટે જો બધું જ સારું હોય તો દેખાવ અંગે આટલું વિચારવાનું જરૂરી નથી. રહી વાત બોન્ડિંગની,  તો તમે તમારો  અણગમો દૂર કરી એની સાથે પ્રેમથી વાત કરવાની શરૂ કરો. બોન્ડિંગ આપોઆપ થવા લાગશે.  એ કામ પ્રત્યે ગંભીર અને વેલસેટલ્ડ છે તો જીવનમાં સમસ્યાઓ ઓછી આવશે.

પ્રશ્ન : નમસ્તે સર, મારી ઉંમર ૨૬ વર્ષ છે. એક બાળક છે, હાલ અમારે બીજું બાળક નથી જોઈતું, પરંતુ મારી માસિકની તારીખ જતી રહી છે, મને કોઇ દવા જણાવશો જેથી માસિક આવે.

જવાબ : બને કે તમને ગર્ભ રહી ગયો હોય. આ રીતે ચેકઅપ વગર કોઇ દવા લેવી અયોગ્ય છે. માટે તમે એક વાર ચેકઅપ કરાવી લો. ડોક્ટર જ તમને સાચી સલાહ આપી શકશે.

પ્રશ્ન : નમસ્તે સર, મારી ઉંમર ૪૮ વર્ષ છે, થોડા સમયથી સેક્સમાં રસ નથી પડતો. પતિ પ્રયત્ન કરે તો પણ મારું મન નથી થતું, હું કોઇ ને કોઇ બહાનાં બતાવતી રહું છું. આ કારણે અમારે સંબંધમાં તકલીફ સર્જાય છે. હું મારા પતિને ખૂબ પ્રેમ કરું છું, પરંતુ સેક્સમાં પહેલાં જેવો રસ નથી રહ્યો, શું કરવું?

જવાબ : ઘણીવાર આ ઉંમરમાં હોર્મોન્સના બદલાવને કારણે અથવા તો મેનોપોઝના કારણે આ તકલીફ લગભગ દરેક સ્ત્રીઓને થતી હોય છે. આમાં ગભરાવવાની જરૂર નથી. તમારા પતિની ઇચ્છા હોય અને તમે ના કહો તો ઝઘડો થાય જ. આમ ન થાય તે માટે પતિ સાથે તમારી અરુચિની વાત કરો. એકવાર સારા ડોક્ટર પાસે ચેક કરાવડાવી લો, અને સેક્સ અંગે થોડી વાતચીત કરો. આમ કરવાથી તમારી સમસ્યાનું સમાધાન જરૂર મળી જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન