There are also acne on your face, Keep this in mind
  • Home
  • Fashion & Beauty
  • … તો આ કારણથી પણ થઇ શકે છે ચહેરા પર ખીલ, રાખો આ વાતનું ધ્યાન

… તો આ કારણથી પણ થઇ શકે છે ચહેરા પર ખીલ, રાખો આ વાતનું ધ્યાન

 | 9:02 am IST

કેટલીક વખત ચહેરા પર અચાનક ખીલ થવાથી આપણે ચિંતામાં મૂકાય જઇએ છીએ અને વિચાર આવે છે કે આખરે ખીલ થયા કેવી રીતે. પરતું તમને જણાવી દઇએ કે તેનું કારણ તમારા વાળ પણ હોય શકે છે. ત્વચાની યોગ્ય રીતે સાચવણી ન કરવા પર પણ ખીલ થઇ શકે છે. ક્યારેક આપણે ત્વચાને ક્લિન કરીએ છીએ તો રોમછિદ્ર મોટા થઇ જાય છે. તેમા ગંદકી એકઠી થવા લાગે છે. તેના કારણ ચહેરા પર ખીલ થવા લાગે છે. તેનાથી છૂટકારો મેળવવા માટે તમારે કેટલીક વાતોનું ધ્યાન રાખવાની જરૂર છે.

ચહેરા પર વાળ અડવાથી


તમારા હેર બેંગ્સ પણ ચહેરા પર ખીલ થવા માટે જવાબદાર હોય શકે છે. તો વાળ વારંવાર તમારી ત્વચાને અડે છે. તો તેનાથી ત્વચા પર બેક્ટેરિયલ ઇન્ટરફેરેંસનું કારણ બને છે. ધ્યાન રાખો કે તમારા વાળ તમારા કપાળ પર કે વાળ પર અડે નહીં.

શાવર ન લેવાથી

વર્કઆઉટ કર્યા બાદ તમારે સ્નાન કરવું જોઇએ, વધારે પ્રમાણમાં પરસેવો નીકળવાથી ત્વચા પર બળતરા થવા લાગે છે અને ખીલનું કારણ બને છે. વર્કઆઉટ કરવાથી તમારા વાળ અને ત્વચા પર હાઇજીનીક રહેતી નથી. જેથી વર્કઆઉટ બાદ શાવર અને વાળને ધોવાનું ન ભૂલો.

ખોડો

ચહેરા પર ખીલ થવાના કારણોમાંથી એક ખોડો પણ જવાબદાર છે. ખોડો સ્કેલ્પ પર બેક્ટેરિયલ ઇન્ફેક્શન કે ફંગલ ઇન્ફેક્શનનું કારણ હોય છે. જે આપણી ત્વચા સુધી ફેલાય છે. જેથી તમારે એન્ટી ડેન્ડ્રફ શેમ્પુનો ઉપયોગ કરવો જોઇએ અને વાળને ખુલ્લા ન રાખવા જોઇએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન