There are People who Talk Bad Things About Team India: Ravi Shastri
  • Home
  • Sports
  • Cricket
  • કેટલાક લોકો છે જે ટીમને નીચી દેખાડવાની કોશિશ કરી રહ્યા છેઃ રવિ શાસ્ત્રી

કેટલાક લોકો છે જે ટીમને નીચી દેખાડવાની કોશિશ કરી રહ્યા છેઃ રવિ શાસ્ત્રી

 | 12:06 pm IST

ઑસ્ટ્રેલિયા સામે ટેસ્ટ શ્રેણીમાં જીત મેળવ્યા બાદ ભારતીય ટીમ આગામાં 12 જાન્યુઆરીથી રમાવા જઇ રહેલી ભારત-ઑસ્ટ્રેલિયા વન-ડે મેચની તૈયારીમાં લાગી ગઇ છે. જ્યારે વન-ડે મેચની તૈયારીને લઇને ભારતીય ટીમના મુખ્ય કોચ રવિ શાસ્ત્રી સાથે થયેલી ખાસ વાતચીતમાં તેમણે ટીમની તૈયારીને લઇને માહિતી આપી હતી.

આ વાતચીતમાં શાસ્ત્રીએ જણાવ્યું હતું કે ક્રિકેટનું આ એકદમ શુદ્ધ રૂપ છે, 71 વર્ષ પછી કોઇ એશિયાઇ ટીમ દ્વારા આ રેકૉર્ડ તોડવામાં આવ્યો છે એટલા માટે જ તો વિશ્વભરમાંથી ભારતને તેના શાનદાર પ્રદર્શન માટે પ્રશંસા મળી રહી છે. તેમજ જે લોકોએ ઑસ્ટ્રેલિયાની ધરતી પર મેચ રમી છે તે લોકો જાણે છે કે અહીં જીતવું કેટલું મહત્વનું છે. ખરેખર 1983 અને 1985ની જીત સૌથી ઉપર છે, પરંતુ હું મારા શબ્દો પર અડગ છુ. આ એક અલગ જ આનંદ છે. આ એક યુવા ટીમ છે અને આ તેમની ક્ષણ છે, તેમણે જે ઇતિહાસ રચ્યો છે તેમને તેનો અહેસાસ હોવો જોઇએ.

બહારથી ટીમને લઇને નકારાત્મક વાતો થઇ રહી છે

ભારતીય ટીમના મુખ્ય કોચ રવિ શાસ્ત્રીનું માનવું છે કે હાલ ટીમની બહારથી ટીમને લઇને નકારાત્મક વાતો થઇ રહી છે. જેને લઇને શાસ્ત્રએ જણાવ્યું હતું કે કેટલાક લોકો છે જે માત્ર ટીમની આલોચના જ કરવા માગે છે અને સોશ્યલ મીડિયાના માધ્યમથી તમને પણ કંઇક નવો મસાલો મળતો જ રહે છે, પરંતુ તેનું કઇ મહત્વ નથી. તમારે જે કરવું છે એ તમારે એકદમ બરાબર રીતે કરવું જોઇએ છતાય ઘણા એવા લોકો પણ છે જેમને મોટાભાગે ટીમને કેવી રીતે નીચી દેખાડી શકાય તેમા જ રસ છે. એટલા માટે જ હું ફરી એ વાત કરીશ જે વાત મે સિડની મેચ બાદ યોજેલી પત્રકાર પરિષદમાં કરી હતી કે હું પહેલા જ્યારે ભારતીય ટીમનો ભાગ બન્યો ત્યારે ટેસ્ટ રેંકિંગમાં ટીમ પાંચ નંબરની આસપાસ હતી અને હાલમાં એવી પરિસ્થિતિ છે કે છેલ્લા ત્રણ વર્ષથી ટીમ ટેસ્ટ રેંકિંગમાં પ્રથમ નંબર પર છે, આગળ પણ રહેશે જ. બાકી જે લોકોને ટીમ વિશે નકારાત્મક વાતો કરવી હોય તે કરે, પરંતુ પછીથી એ લોકોને પણ ખબર પડી જશે કે એમ કરવામાં કઇ ફાયદો નથી.