There has been debate for Appointment of CDS for two decades PM Modi cleared Immediately : Rajnath Singh
  • Home
  • Featured
  • CDSના પદને અપાયેલી મંજુરી પાછળ રાજનાથ સિંહે વડાપ્રધાન મોદીને લઈ ખોલ્યુ રહસ્ય

CDSના પદને અપાયેલી મંજુરી પાછળ રાજનાથ સિંહે વડાપ્રધાન મોદીને લઈ ખોલ્યુ રહસ્ય

 | 4:00 pm IST

કેદ્રીય રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યું હતું કે, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફની નિમણૂક અંગે 20-21 વર્ષથી મંથન ચાલી રહ્યું હતું. રક્ષા મંત્રી બન્યા બાદ મેં આ અંગે વડાપ્રધાન મોદી સાથે ચર્ચા કરી હતી. વડાપ્રધાને તરત આ તેને મંજૂર કરીને પદની રચના કરવાના આદેશ આપ્યા હતા. રાજનાથ મંગળવારે જયપુરમાં ‘આર્મ્ડ ફોર્સ વેટરન્સ ડે’ના અવસરે જયપુરમાં એક કાર્યક્રમમાં સામેલ થયા હતા.

14 જાન્યુઆરીએ ભારતીય સશસ્ત્ર સેનાએ તેમના પૂર્વ સૈનિકો માટે ‘આર્મ્ડ ફોર્સ વેટનર્સ ડે’ની ઉજવણી કરે છે. CDS જનરલ બિપિન રાવત પણ કાર્યક્રમમાં જોડાયા હતા.

રક્ષામંત્રીએ પૂર્વ સૈનિકોને સંબોધતા કહ્યું કે, ‘તમારું કલ્યાણ અમારી પ્રાથમિકતા છે. અમારું પદ મોટું હોઈ શકે છે પણ કદ તમારું મોટું છે. પોસ્ટથી નહીં વ્યક્તિની ઓળખાણ તેના કામથી થાય છે. તમે યુદ્ધ લડ્યું છે, જોખમ ઉઠાવ્યું છે એટલા માટે તમારું કદ મોટું છે. કાર્યક્રમમાં સેવાનિવૃત્ત સૈનિક તથા અધિકારી પણ જોડાયા હતા. કાર્યક્રમ દરમિયાન રક્ષામંત્રીએ તેમના હાલચાલ પુછ્યા હતા.

સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ અને દેશના પહેલા ચીફ ઓફ ડિફેંસ સ્ટાફ બિપિન રાવતની સાથે ભારતીય સેનાધ્યક્ષ જનરલ મનોજ મુકુ6દ નરવાને રાજસ્થાનના જયપુરમાં હાજર રહ્યાં હતાં. તેઓ અહીં યોજાયેલા ચોથા વેટરન દિવસ સમારોહમાં શામેલ થયા હતાં. મહત્વની વાત એ હતી કે ચીફ ઓફ ડિફેંસ સ્ટાફ બન્યા બાદ પહેલીવાર જનરલ રાવત રાજધાની દિલ્હીની બહાર કોઈ સત્તાવાર સમારોહમાં હાજર રહ્યાં હતાં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન