Post divorce after dispute triple talaq
  • Home
  • Gujarat
  • ત્રણ તલાકના વિવાદ પછી ટપાલ દ્વારા તલાક, પ્રોફેસર પતિ સામે યુવતીની ફરિયાદ

ત્રણ તલાકના વિવાદ પછી ટપાલ દ્વારા તલાક, પ્રોફેસર પતિ સામે યુવતીની ફરિયાદ

 | 5:58 pm IST

ત્રણ તલાકનો વિવાદ હજુ સમ્યો નથી કે પોસ્ટ દ્વારા તલાકે વધુ એક વિવાદ ઉભો કર્યો છે. એક વર્ષના લગ્ન જીવનમા એક યુવતીને તેના પતિએ પોસ્ટમેન દ્વારા તલાક મોકલ્યુ છે. યુવતીએ તલાકને ઠુકરાવીને કોર્ટમા ન્યાય માટે ગુહાર લગાવી છે.

મહેમદાબાદની યુવતી ન્યાયની ગુહાર લગાવી રહેલી છે. આ યુવતીના લગ્ન અમદાવાદના જમાલપુરના ઈમરાન શેખ સાથે થયા હતા. એન્જીનીયર કોલેજમાં પ્રોફેસર એવા ઈમરાને પોતાની પત્નીને પોસ્ટ દ્વારા તલાક મોકલાવી દીધા છે. એક વર્ષના લગ્ન જીવનમાં પત્નીને જયારે પોસ્ટ મળી ત્યારે તે આઘાતમા સરી પડી છે.

લગ્નના છ મહિના પછી સાસરીયા અને પતિનો અત્યાચાર વધ્યો હતો. અને તેણે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પતિએ મુસ્લીમ રીતરીવાઝને ધ્યાનમા રાખીને એક તરફી પોસ્ટ દ્વારા તલાક આપી દીધો છે. આ તલાકનો યુવતી વિરોધ કરી રહી છે અને તેણે કોર્ટમા ન્યાયની ગુહાર લગાવી છે.

યુવતીનો આક્ષેપો છે કે સાસરીયાઓ શંકા રાખીને તેની પર અત્યાચાર કરતા હતા. ઘરમાં કેદ રાખતા હતા. કોલેજમા પતિ પ્રોફેસર છે. શિક્ષિત હોવા છતાં આ પરિવારે પોસ્ટથી તલાક આપી દીધા છે. સુપ્રિમ કોર્ટના આદેશ મુજબ આ તલાક માન્ય નથી. જેથી યુવતીએ પણ તલાકને માન્ય નહિ રાખીને પતિ વિરૂધ્ધ કાર્યવાહીની માંગ કરી છે.

ધાર્મિક રિતીરિવાજ અને પારિવારીક સમસ્યાથી એક 22 વર્ષની દિકરીનું જીવન દાવ પર લાગ્યુ છે. બાળકીના જન્મ બાદ તેનુ મોત થયુ અને પતિએ પણ પોસ્ટથી તલાક આપી દેતા આ યુવતી આઘાતમા આવી ગઈ છે. તે હવે કોર્ટના દરવાજા ખખડાવીને મદદ માંગી રહી છે. શું ખરેખર આ દિકરીને ન્યાય મળશે. ત્રણ તલાક અને હવે પોસ્ટ તલાકનો શીલશીલો બંધ થશે કે નહિ તે એક સવાલ છે.