There has been no interest in a physical relationship
  • Home
  • Supplements
  • Nari
  • ફિઝિકલ રિલેશનશિપમાં કોઈ જ રસ રહ્યો નથી

ફિઝિકલ રિલેશનશિપમાં કોઈ જ રસ રહ્યો નથી

 | 6:57 pm IST
  • Share

મૂંઝવણ : ડો. અક્ષરકુમાર શર્મા

પ્રશ્ન : આ મહિનાના અંતમાં મારા મેરેજ થવાના છે. જ્યાં સુધી ફિઝિકલ રિલેશનશિપની વાત છે તો મને એનો કોઈ અનુભવ નથી. પ્લીઝ, તમે મને કહો કે, ફર્સ્ટ નાઈટ દરમિયાન મારે શું કાળજી રાખવી જોઈએ. પ્લીઝ, તમે મને બેસ્ટ બ્રાન્ડની મેડિસીન સજેસ્ટ કરો.

જવાબ : તમને કોઈ મેડિસીન નહીં, પણ માત્ર નોલેજની જરૂર છે. તમે બુક વાંચો. હું તમને આ બાબતે કોઈ એક્સપર્ટની મુલાકાત લેવાનું પણ સજેશન આપું છું.

પ્રશ્ન : મારી વાઈફ અને મારી બંનેની ઉંમર 32 વર્ષ છે. અમારા મેરેજને દોઢ વર્ષ થયું છે. મારાં વાઈફને હવે ફિઝિકલ રિલેશનશિપમાં કોઈ જ રસ રહ્યો ન હોય એમ જણાય છે. તે માને છે કે મહિનામાં બેથી ત્રણ વખત જ સેક્સ્યુઅલ ઈન્ટરકોર્સ કરીએ તો પરફેક્ટલી નોર્મલ છે. હું કેવી રીતે આ સ્થિતિને ટેકલ કરી શકું? પ્લીઝ, મને કહો કે હું તેને કેવી રીતે સમજાવી શકું?

જવાબ : કોઈ એક્સપર્ટ કે મેરેજ કાઉન્સિલરને કન્સલ્ટ કરવાથી મદદ મળશે. વળી, તમે નોર્મલ અને સ્વસ્થ રહો એ જરૂરી છે, તેમને એ વાત સમજાવો કે તમને સંબંધ બનાવવાનું મન થાય છે, તેમને સમજાવશો તો સમજશે.

પ્રશ્ન : હું 45 વર્ષની મહિલા છું અને મેં મેનોપોઝનું સ્ટેજ પાસ કર્યું છે. હવે હું જ્યારે મારા હસબન્ડ સાથે શારીરિક સંબંધ બાંધુ છું ત્યારે એ પેઈનફુલ રહે છે. મારા હસબન્ડ સારી વ્યક્તિ છે, પરંતુ તેઓ ક્યારેય બેડમાં ઘણા સારા નહોતા. હવે હું ફીલ કરું છું કે, તેઓ આ મામલે વધારે ખરાબ થયા છે કે કદાચ તેમને એમાં બિલકુલ જ રસ રહ્યો નથી. અમે ફોરપ્લે પણ કરતાં નથી. આ સિચ્યુએશન ચેન્જ કરવા માટે અમારે શું કરવું જોઈએ?

જવાબ : પ્લીઝ, કોઈ ગાયનેકોલોજિસ્ટને મળો કે જે તમારી ડ્રાયનેસ માટે કંઈક પ્રિસ્ક્રાઈબ કરશે. સામાન્ય રીતે મેનોપોઝ દરમિયાન ડોક્ટર એસ્ટ્રોજેન ધરાવતી પેસરી રેકમન્ડ કરતા હોય છે. તમારા હસબન્ડને કોઈ એક્સપર્ટને કન્સ્લ્ટ કરવા માટે તમે સમજાવો.

પ્રશ્ન : નમસ્તે, મારી ઉંમર 26 વર્ષ છે. મારા બોયફ્રેન્ડની ઉંમર પણ આટલી જ છે. તેને અમારાં લગ્ન પહેલાં એક યુવતી સાથે રિલેશન હતા, તે રિલેશનમાં તેઓ ઘણાં આગળ વધી ગયા હતા. તેમને લગ્ન કરવાં હતાં, પણ તે છોકરીનાં બીજે લગ્ન થઇ જતાં તેણે સંબંધ તોડી દીધો, મારો બોયફ્રેન્ડ મને ઘણો પ્રેમ કરે છે, પણ અમે જ્યારે શારીરિક સુખ માણીએ છીએ ત્યારે તે મને કહ્યા કરે છે કે તું થોડી ઠંડી છે. તારે હજી શારીરિક સંબંધો વિશે ઘણું જાણવાની જરૂર છે. તેનું કહેવું છે કે તેના પહેલી છોકરી સાથેના શારીરિક સંબંધો ઘણાં જ મજેદાર હતા. પણ મારી સાથે તેને એટલી મજા નથી આવતી. મારે જાણવું છે કે મારે એવું તે શું કરવું જેથી તેને મજા આવી શકે.

જવાબ : બહેન, પહેલી વાત તો એ કે લગ્ન પહેલાં શારીરિક સંબંધ બનાવવો યોગ્ય નથી. રહી વાત તમારા બોયફ્રેન્ડની તો તેને જણાવો કે તે કમ્પેરિઝન કરશે તો ક્યારેય સરખો આનંદ નહીં માણી શકે. બાકી તમારી સાઇડથી તમે શારીરિક સંબંધ બનાવતી વખતે એક્ટિવ બનો, તમે પણ તેમાં સહભાગી બનો, તમે સહભાગી બનશો તો તમને પણ મજા આવશે. બાકી મારી સલાહ હજી પણ એવી જ રહેશે કે લગ્ન પહેલાં સંબંધ ન બનાવવો જોઇએ.

પ્રશ્ન : નમસ્તે સર, મારી ઉંમર 27 વર્ષ છે. ગર્ભ રહ્યો છે. હાલ ચોથો મહિનો ચાલી રહ્યો છે. મારા પતિએ થોડા સમય પહેલાં જ શારીરિક સંબંધ બાંધ્યો હતો. સંબંધ બનાવતા સમયે મને પેડૂમાં ખૂબ દુઃખાવો થયો હતો. આ દુઃખાવો સંબંધ બનાવ્યા બાદ શરૂ થયો અને અડધો કલાક રહ્યો હતો. ત્યારબાદ ઠીક થઇ ગયું હતું. મારે જાણવુ છે કે સંબંધ બનાવતી વખતે કેવી પોઝિશન કરીએ તો આ દુઃખાવો ન થાય?

જવાબ : ગર્ભાવસ્થા સમયે નોર્મલ પોઝિશનમાં જ સંબંધ બાંધવાથી દુઃખાવો નથી થતો. બાકી પોઝિશન કરતાં નોર્મલ બોય્ઝ ઓન ટોપવાળી પોઝિશન કરશો તો વધારે અનુકૂળ રહેશે, પણ તમને દુઃખાવો થયો છે તો મારી સલાહ પ્રમાણે તમારે એક વાર ડોક્ટરની સલાહ લઇને પછી જ શારીરિક સંબંધ બાંધવો જોઇએ.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો