ઇન્કમટેક્સ રિટર્ન કૌભાંડ: સિસ્ટમમાં ખૂબ મોટી ખામી હોવાનો થયો ખુલાસો - Sandesh
NIFTY 10,813.55 +5.50  |  SENSEX 35,610.25 +10.43  |  USD 67.9250 +0.31
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • ઇન્કમટેક્સ રિટર્ન કૌભાંડ: સિસ્ટમમાં ખૂબ મોટી ખામી હોવાનો થયો ખુલાસો

ઇન્કમટેક્સ રિટર્ન કૌભાંડ: સિસ્ટમમાં ખૂબ મોટી ખામી હોવાનો થયો ખુલાસો

 | 2:25 pm IST

નવી મુંબઇનાં એરોલી વિસ્તારમાં 22 ફેબ્રુઆરીનાં રોજ ઇન્કમટેક્ષ અધિકારીઓ એ રાજેશ તિવારીની નાની ઓફીસમાં દરોડો પાડ્યો હતો. તેમણે અધિકારીઓને જે જાણકારી આપી હતી, તેનાથી તેમની આંખો ખુલીને ખુલી રહી ગઇ. તે હજારો ટેક્સપેયર્સની વાસ્તવિક્તા ઇન્કમ સંતાડીને ટેક્સ રિફંડ કરી રહ્યા હતાં. તિવારીએ પોતાને ચાર્ટર્ડ એકાઉન્ટ (સીએ) બતાવતા હતાં, જ્યારે તેઓ સીએ નહતા.

ટેક્સ અધિકારીઓ એ જણાવ્યું કે, તિવારીનાં કબૂલનામાથી ઓનલાઇન ટેક્સ રિટર્ન્સની ખુબ મોટી ખામી સામે આવી છે. ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે મુંબઇ અને બેંગલુરુમા આવી જ છેતરપિંડીની જાણકારી મેળવી હતી. જે આ પ્રકારના ગોરખધંધાનો એકદમ નાનો ભાગ હોઇ શકે છે. સરકાર પારદર્શિતા વધારવા અને અનુકૂળતા માટે ઓનલાઇન રિટર્ન ફાઇલિંગ સિસ્ટમ શરૂ કરી હતી. તેમા સપોર્ટીંગ સિસ્ટમનાં ડોક્યૂમેન્ટ સબમિટ કર્યા વીના રિફંડ ક્લેમ કરવામાં આવી શકે છે. તિવારી જેવા લોકો મેડિકલ ક્લેમ ઇન્શયોરન્સ પ્રિમિયમ, વિકલાંગ આશ્રિતની સારવાર માટે ખર્ચ કરવામા આવેલ રકમ, ગ્રુચ્યૂટી, એચઆરએ, લીવ ટ્રાવેલ અલાઉન્સ વગેરે અપલોડ કર્યા વીના ટેક્સ રિફંડ ક્લેમ કરી રહ્યા છે.

સૂત્રો અનુસાર, તિવારીએ અધિકારીને જણાવ્યુ કે તેના જેવા ઘણા લોકો સિસ્ટમની આ કમજોરીનો ફાયદો ઉઠાવી રહ્યા છે. એરોલીમાં 4 લોકોની ગેંગે 18,000 નકલી ટેક્સ રિફંડ કર્યા હતાં. તિવારી અને તેના પાર્ટનર ભૂષણે હજારો નકલી રિટર્ન ફાઇલ કર્યા હતાં. જ્યારે ત્રિપાઠી અને સત્ય મિશ્રા તેમના બ્રોકરનું કામ કરે છે. તેઓ તિવારી અને ભૂષણ માટે ગ્રાહકોને શોધવાનું કામ કરે છે. તેમના ગ્રાહકોમાં ઘણા મલ્ટિનેશનલ અને સરકારી કંપનીઓનાં એમ્પલોઇ હતાં. તિવારીએ અધિકારીને કહ્યું કે, ભણેલા-લખેલા અને ટેક્નોલોજીની સમજ રાખનારા તેમના ક્લાઇન્ટસ તેનો એટલા માટે સંપર્ક કરતા હતા, જેથી પકડાયા બાદ તે તેમને દોષિ ઠેરવી શકે.

એક અધિકારી અનુસાર, તિવારીએ પોતાના નિવેદનમાં વારંવાર કહ્યું કે, રિટર્ન ફાઇલિંગ અથવા રિફંડ પ્રોસેસ કરતા સમયે કોઇ મેન્યુઅલ તપાસ કરવામાં આવતી નથી. આ કારણે જ છેતરપિંડી થઇ રહી હતી. ટેક્સ રિફંડ જેન્યુઇન છે કે નહી આ માટે ડોક્યૂમેન્ટની તપાસ કરવામાં આવતી નહતી. અધિકારીએ જણાવ્યું કે, અત્યાર સુધીમાં ગડબડીનાં આ મામલા સામે આવ્યા છે તેઓ લગભગ સેલેરી ક્લાસ સાથે જોડાયેલા છે. તેમણે કહ્યું,’પ્રોપરાઇટર્સ અથવા આ પ્રકારના ક્લેમ કરનાર કંપનીઓ તપાસનો નિર્ણય શુ આવશે, તેનુ આપણે અનુમાન પણ કરી શક્તા નથી.’