There is a big explanation in the research that took the potatoes
  • Home
  • Featured
  • બટેટાને લઇને રિસર્ચમાં થયો મોટો ખુલાસો, નથી વધતું વજન

બટેટાને લઇને રિસર્ચમાં થયો મોટો ખુલાસો, નથી વધતું વજન

 | 9:12 am IST

બટેટાને શાકનો રાજા કહેવામાં આવે છે. જેથી તેને અન્ય કોઇપણ શાક સાથે મિક્સ કરીને બનાવવામાં આવે છે. બટેટામાં વધારે પ્રમાણમાં કાર્બોહાઇડ્રેટ હોય છે. જેથી એવું કહેવામાં આવે છે કે બટેટા ખાવાથી વજન ઝડપથી વજન વધે છે. જ્યારે આ વાત પૂર્ણ રીતે સાચી નથી. બટેટા ખાવાથી નહીં પરંતુ તેને ખોટી રીતે ખાવાથી વજન વધે છે.

બટેટામાં બ્રેડથી પણ ઓછું હોય છે કાર્બોહાઇડ્રેટ

બટેટા એર સ્ટાર્ચ વાળું શાક છે. જેમા કોમ્પલેક્ષ કાર્બોહાઇડ્રેટ વધારે હોય છે. જ્યારે કેલરી ખૂબ ઓછી હોય છે. તે શરીરમાં મેટાબોલિજ્મને વધારે છે અને વજનને કંટ્રોલ પણ કરે છે. જે શરીરના ફિગરને શેપમાં લાવવામાં મદદરૂપ થાય છે. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર નેશનલ ન્યુટ્રિએન્ટ અનુસાર માનીએ તો એક નોર્મલ બ્રેડની સ્લાઇસમાં 80થી વધારે કેલરી હોય છે. જ્યારે એક બાફેલા બટેટામાં 70 કેલરીથી વધારે ઉર્જા મળી શકતી નથી.

આ રીતે બટેટા ખાવાથી વધે છે વજન

ઉપરની જાણકારી અનુસાર તમને ખબર પડી ગઇ હશે કે બટેટામાં કેલરીનું પ્રમાણ વધારે હોતું નથી. જેનાથી તેને ખાવાથી વજન વધશે નહીં. જ્યારે અલગ-અલગ રીતે તેને ખાવાથી વ્યક્તિનું વજન વધવા લાગે છે. બટેટાનો ટેસ્ટ વધારવા માટે તેને ડીપ ફ્રાય કરીને મસાલાની સાથે કે પછી ચીઝ, મધ સહિતની વસ્તુઓ સાથે સેવન કરવામાં આવે છે. જેથી કેલરી વધી જાય છે અને ન્યુટ્રિશન વેલ્યુ ઘટી જાય છે.

બટેટાની કઇ ડિશમાં કેટલી કેલેરી

બટેટા            : 100 ગ્રામમાં 75 કેલરી

ફ્રેન્ચ ફ્રાઇઝ   : 100 ગ્રામમાં 345 કેલરી

પોટેટો વેજેસ : 100 ગ્રામમાં 320 કેલરી

ચીઝી ફ્રાઇઝ : 100 ગ્રામમાં 380 કેલરી

અમેરિકન જનરલ ઑફ ક્લીનિકલ ન્યુટ્રિશનમાં પ્રકાશિત અભ્યાસ રિપોર્ટ્સ અનુસાર જે લોકો અઠવાડિયામાં બે વખત ફ્રાઇડ બટેટા ખાય છે તે લોકોનું મૃત્યુ થવાનો ભય વધારે રહે છે.

વધતા વજનને ઓછું કરે છે બટેટા

જો કેલરી પર ધ્યાન આપીએ તો બટેટા ખાયને પણ વધતા વજનને ઓછું કરી શકાય છે. જનરલ મૉલિકુલર ઑફ ન્યુટ્રિશન એન્ડ ફૂડ રિસર્ચમાં પ્રકાશિત અભ્યાસ અનુસાર, જો તમે વધતુ વજન ઓછું કરવા માંગો છો તો ફાઇવ ડેજ પોટેટો ડાયેટ ફોલો કરવી જોઇએ. એવું એટલા માટે કારણકે બટેટા ખાધા બાદ મોડા સુધી કઇ ખાવાનુ મન કરતું નથી. જેને વાંરવાર ખાવાની આદતથી બચી શકાય છે. બટેટા વાળી આ ડાયેટ ફોલો કરવાથી વધારે ઇન્ટેકથી બચી શકાય છે.

જાણો ફાયદા

નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ હેલ્થ અનુસાર, બટેટામાં વિટામીન સી હોવાના કારણે તે એન્ટી ઓક્સીડેન્ટનું કામ કરે છે. તે તત્વ કોશિકાઓને નષ્ટ થવાથી ન માત્ર બચાવે છે. પરંતુ પાચન તંત્ર, બ્લડ પ્રેશર અને કેન્સરથી પણ શરીરને બચાવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન