There is a planet associated with every disease and every drug!
  • Home
  • Astrology
  • દરેક રોગ અને દરેક દવા સાથે કોઈ ગ્રહ સંકળાયેલો હોય!

દરેક રોગ અને દરેક દવા સાથે કોઈ ગ્રહ સંકળાયેલો હોય!

 | 8:00 am IST

કુંડલી અને દવા

આપણે એ હકીકત તપાસી રહ્યા છીએ કે માણસના અસ્તિત્ત્વ સાથે કોઈ ગ્રહ સંકયાળેલો હોય છે તેમ એને થનાર રોગ પણ કોઈ ગ્રહ સાથે સંકળાયેલો હોય છે. તેથી એની દવા પણ ગ્રહને ધ્યાનમાં રાખીને જ આપવી જોઈએ.

મરડો

એક માણસને મરડો થયો હતો. બધી જાતના ઉપાયો કરીને તે થાક્યો હતો. તેને વધુ પાવરની મેગ્નેસ ફોસ (શનિ સૂર્ય) અને કાલી ફોસ (બુધ શુક્ર સૂર્ય) આપી તો દરદી સારો થઈ ગયો.

ફેફરું-વાઈ

એક છોકરીને ફેફરું આવતું હતું. કાલી ફોસ (બુધ શુક્ર સૂર્ય) કાલી મુર (બુધ શુક્ર શનિ) કાલી સલ્ફ (બુધ શુક્ર મંગળ) આપવાથી સાત મહિને સારી થઈ ગઈ.

પથરી  

એક માણસના પેટમાં પથરી થઈ. ઓપરેશન વિના મટે તેમ ન હતું. ઓપરેશન કરાવવાની દરદીની ઈચ્છા ન હતી. મેગ્નેસ ફોસ (શનિ સૂર્ય) ૧૨ટ નેટ્રમ સલ્ફ (ચંદ્ર મંગળ) ૧૨ ટ અને કેલ્ફર ફોસ (સૂર્ય) ૧૨/થી તેને સારૃં થયું.

પિંડગ્રંથિ 

એક પાંચ વરસના છોકરાને માંસગ્રંથિની સમસ્યા હતી. તેને નિયમિત રીતે લાંબા સમય સુધી કેલ્કર ફલોર (સૂર્ય ચંદ્ર) આપવાથી તે ધીમે ધીમે સારો થઈ ગયો.

સ્નાયુ કે સાંધાનો દુખાવો (ગાઉટ)

પચાસ વર્ષના સ્નાયુથી પીડાતા દરદીને નેટ્રમ સલ્ફ (ચંદ્ર મંગળ) ૧૨ ટ નેટ્રમ મુર (ચંદ્ર શનિ) ૧૦૦ ટ અને રાત્રે કેલ્કર ફોસ (સૂર્ય) ૩૦ ટ આપવાથી સારો થયો.

હિસ્ટીરિયા  

૩૫ વર્ષની એક બાઈને માસિક દોષના કારણે હિસ્ટીરિયા થયો. કાલીફોસ (બુધ, શુક્ર, સૂર્ય) ૬ ટ અને નેટ્રમ મુર (ચંદ્ર શનિ) ૩૦ ટ અને મેગ્નેસ ફોસ (શનિ સૂર્ય) ૩૦ટ આપવાથી ૩ અઠવાડિયાંમાં સારી થઈ.

હિસ્ટીરિયા  

સોળ વરસની એક છોકરીને હિસ્ટીરિયા થયો. તેને કાલીફોસ (બુધ શુક્ર સૂર્ય) અને નેટ્રમ ફોસ (ચંદ્ર સૂર્ય) આપવાથી સારું થઈ ગયું.

હિસ્ટીરિયા(વાયુ ઉન્માદ)

સત્તર વરસની એક સ્ત્રીને વરસ સુધી માસિક બંધ થઈ જવાથી હિસ્ટીરિયા શરૂ થયો. કાલીફોસ (બુધ, શુક્ર, સૂર્ય) ૬ ટ મેગ્નેસ ફોસ (શનિ સૂર્ય) ૩૦ ટ અને ફેરમફોસ (મંગળ સૂર્ય) ૧૨ ટ આપવાથી તેની તબિયત ધીમે ધીમે સારી થઈ.

હિસ્ટીરિયા

એક ત્રીસ વરસની સ્ત્રીને હિસ્ટીરિયા આવતો હતો. તેને મેગ્નેસ ફોસ (શનિ સૂર્ય) ૬ ટ કોલી ફોસ (બુધ, શુક્ર સૂર્ય) ૬ ટ અને સિલસિયા (ચંદ્ર) ૨૦૦ ટ આપવાથી સારી થઈ.

મગજનો દાહ

મગજના દાહથી એક નવ વરસની છોકરીને ઘણો તાવ આવતો હતો. તાવની અસરથી ઝાડો બંધ થઈ ગયો હતો. ફેરમ ફોસ (મંગળ સૂર્ય) કાલી મુર (બુધ શુક્ર શનિ) અને કાલી ફોસ (બુધ શુક્ર સૂર્ય) આપવાથી ૧૦ દિવસમાં સારી થઈ ગઈ હતી.

બાવન વરસની એક સ્ત્રીના લિવરમાં દાહ થતો હતો. જમણી બાજુ દુખતું હતું. ફેરસ ફોસ (મંગળ સૂર્ય) અને નેટ્રમ સલ્ફ (ચંદ્ર+મંગળ) આપવાથી તે સારી થઈ.

વીસ વરસની એક સ્ત્રીને બરોળનો દાહ થતો હતો. અવારનવાર તેને તાવ આવતો હતો. પ્રદર પણ હતો. ફેરસ ફોસ (મંગળ, સૂર્ય) કાલીમુર (બુધ શુક્ર શનિ) અને નેટ્રમ સલ્ફ (ચંદ્ર મંગળ) આપવાથી તે સારી થઈ.

ઈન્ફ્લુએન્ઝા 

એક નવ વરસની છોકરીને ઈન્ફ્લુએન્ઝા થયો હતો. નાક અને આંખમાંથી પાણી ચાલ્યાં જતાં હતાં. તાવ આવતો હતો. ફેરમ ફોસ (મંગળ, સૂર્ય) ૧૨ ટ નેટ્રમ મુર (ચંદ્ર શનિ) ૩૦ ટ અને નેટ્રમ સલ્ફ (ચંદ્ર મંગળ) ૬ ટ આપવાથી તે સારી થઈ ગઈ.

ઉપરોક્ત દવા ઈન્ફ્લુએન્ઝા ચાલતો હતો ત્યારે લગભગ ૧૦૦ દર્દીઓને આપી હતી અને બધા દરદીઓ સારા થયા હતા.

ગાંડપણ

સોળ વરસની એક સ્ત્રી એક બાળકને જન્મ આપ્યા પછી મગજની અસ્થિર થઈ ગઈ. ખાવાપીવાનું ભાન નહોતું. તે બાળકની કાળજી રાખતી નહીં. કાલી ફોસ (બુધ શુક્ર સૂર્ય) ૩૦ ટ નેટ્રમ મુર (ચંદ્ર શનિ) ૧૦૦ ટ આપવાથી ધીમે ધીમે સારી થઈ ગઈ.

અઠ્ઠાવીસ વરસના એક પહેલવાનનું મગજ અસ્થિર થઈ ગયું. બધાંને તે મારવા ધસી જતો. ડોક્ટરોની દવાથી કંઈ સારું ન થયું. કાલી ફોસ (બુધ શુક્ર સૂર્ય) ૩ ટ આપવાથી તેનામાં વધુ ગાંડપણ આવ્યું. આથી કાલી ફોસ ૬ ટથી ૬૦ ટ આપી. દરદી પૂરતું ઊંઘવા લાગ્યો અને વખત જતાં સારો થઈ ગયો.

એકવાર અઢાર વરસના છોકરાનું મગજ ખસી ગયું. તેને ગરમ પાણીમાં કાલી ફોસ નાંખી પગ રખાવ્યા અને કાલી ફોસવાળા ઠંડા પાણીનાં પોતાં ડોક પર મૂક્યાં. કાલી ફોસ (બુધ શુક્ર સૂર્ય) ૨૦ ગ્રેનવાળું પાણી તૈયાર કરીને દર ૧૦ મિનિટે પિવડાવવા માંડયું. દસેક કલાક પછી તેને ઊંઘ આવવા લાગી. ઊંઘમાંથી ઊઠીને તેણે ખાવા માગ્યું અને દસ દિવસમાં તે સારો થઈ ગયો.

એક સોળ વરસની સ્ત્રી ગાંડી થઈ ગઈ. ક્યારેક તે હસતી, રડતી, ગાતી તો ક્યારેક તે રાડો પાડીને બોલતી. કાલી ફોસ (બુધ શુક્ર સૂર્ય) ૬ ટ અને નેટ્રમ મુર (ચંદ્ર શનિ) ૬૦ ટ આપવાથી તે સારી થઈ ગઈ.

વીસ વરસનો એક છોકરો હસ્તદોષથી મગજ ગુમાવી બેઠો. ગાંડપણમાં તે આપઘાત કરવાની જ વાતો કરતો. કાલી ફોસ (બુધ શુક્ર સૂર્ય) ૩૦ ટ કેલ્કર ફોસ (સૂર્ય) ૩૦ ટ અને નેટ્રમ સલ્ફ (ચંદ્ર મંગળ) ૩૦ ટ આપવાથી ૨૮ દિવસે તે સારો થયો.

(ક્રમશઃ)

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન