"There is a shortage of coal. If coal is not stopped in industries, blackouts will be created everywhere."
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • ‘કોલસાની અછત છે, ઉદ્યોગોને કોલસો બંધ નહીં થાય તો બધે અંધારપટ સર્જાશે’

‘કોલસાની અછત છે, ઉદ્યોગોને કોલસો બંધ નહીં થાય તો બધે અંધારપટ સર્જાશે’

 | 6:50 am IST
  • Share

  • પ્રદૂષણની સમસ્યાને જોતાં ઉદ્યોગોને કુદરતી ગેસથી ચલાવવાનો આદેશ આપો

  • હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરનારાની કોર્ટ સમક્ષ ઉગ્ર રજૂઆત

  • આ કેસની વધુ સુનાવણી ૧૪ ઓક્ટોબરે હાથ ધરાશે.

     

રાજ્યના અનેક શહેરોમાં હવાના પ્રદુષણની વકરતી સ્થિતિને અનુલક્ષીને કરવામાં આવેલી જાહેરહિતની અરજીમાં જીપીસીબીના જવાબની સામે અરજદારે મંગળવારે હાઈકોર્ટમાં તેનો જવાબ રજૂ કર્યો છે. જેમાં, તેણે રજૂઆત કરી છે કે, હાલ દેશમાં કોલસાના પૂરવઠાનો પ્રશ્ન સર્જાયેલો છે. આપણી પાસે થોડા દિવસ ચાલે તેટલો જ કોલસો રહેલો છે. આ સંજોગોમાં વીજળીના ઉત્પાદન સિવાય અન્ય ઉદ્યોગો માટે કોલસાને વાપરવા દેવામાં આવશે તો દેશભરમાં મોટાપાયે અંધારપટની સ્થિતિ ઉભી થઈ શકે છે.

હાલનો સમય જ શ્રોષ્ઠ છે કે, હાઈકોર્ટ સરકારને નિર્દેશ આપે કે, કોલસાનો ઉપયોગ ઘટાડો અને નેચરલ ગેસ (પીએનજી, સીએનજી, એલએનજી) કે વૈકલ્પિક ઉર્જાના સ્ત્રોતનો ઉપયોગ વધારીને પ્રદુષણ પર અંકુશ લાવી શકાય છે. રાજ્યના અનેક મોટા શહેરોમાં હવા પ્રદુષિત બની છે. કોલસાથી ચાલતા ઉદ્યોગો સામે એર કંટ્રોલ એક્શન પ્લાન કારગર નીવડયો નથી. હવાનુ પ્રદુષણ દરરોજ વધી રહ્યું છે અને તેને નાથવા સરકાર કે જીપીસીબીનો એક્શન પ્લાન અપૂરતો છે.

સરકારની ફરજ છે કે લોકોને શુદ્ધ હવા ઉપલબ્ધ કરાવે. રાજ્ય સરકારને એર એક્ટ હેઠળ સત્તા છે કે તે ઉદ્યોગોને નેચરલ ગેસ વાપરવા કહી શકે છે. કોલસાથી ચાલતા ઉદ્યોગોના લીધે પ્રદુષણ ફેલાય છે અને પર્યાવરણની સાથે લોકોના સ્વાસ્થ્ય સામે ખતરો ઉભો થયો છે. સુનાવણી બાદ, જીપીસીબીએ રિજોઈન્ડર ફાઈલ કરવા માટે બે દિવસનો સમય માગ્યો છે. આ કેસની વધુ સુનાવણી 14 ઓક્ટોબરે હાથ ધરાશે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો