There is a sudden pimple in the forehead, know cause
  • Home
  • Fashion & Beauty
  • કપાળમાં અચાનક ફોલ્લી થવા લાગી છે, જાણો કારણ

કપાળમાં અચાનક ફોલ્લી થવા લાગી છે, જાણો કારણ

 | 9:00 am IST

બ્યુટી ક્વેરી :- નેહા દવે

પ્રશ્ન : મારા વાળની લંબાઈ ઘણી છે, તે કાળા અને લાંબા છે, પણ પાતળા બહુ જ છે. ખાસ કરીને નીચેથી તો સાવ પાતળા છે. મેં લેયર્સ કટ કરાવ્યા હતા. મારે હવે લાંબા વાળ રાખવા છે, પણ નીચેથી પાતળા હોવાને કારણે તે સારા નથી લાગતા. મારે શું કરવું જોઇએ? અને વાળનો ગ્રોથ વધે તે માટે શું કરવું તે જણાવશો.

જવાબઃ આજકાલ . વાળની . સમસ્યા . એટલી કોમન બની ગઇ છે કે હવે લોકો તેના માટે એટલા . સભાન. બનીને વાળને ઠીક . કરવાના પ્રયત્નો પણ નથી કરતા, . આનું એકમાત્ર કારણ એ છે કે વાળ માટે ગમે તેટલા પ્રયત્ન કરો તો પણ તે ખરવાના જ છે. વાળ ખરે એટલે તે પાતળા થાય જ અને વાળ પાતળા હોય અને તેની લંબાઇ વધુ હોય ત્યારે નીચેથી તે વધારે પાતળા દેખાતા હોય છે. તમારા કેસમાં તમે લેયર્સ કટ કરાવડાવ્યા હોવાથી નીચેથી ખરાબ દેખાતા હોય તે સ્વાભાવિક વાત છે. આ માટે એકવાર તમે વાળને નીચેથી સ્ટ્રેટ કરાવી નાખો. નીચેથી સીધા કરાવડાવશો તો એ જ રીતે તે વધશે. અને રહી વાત વાળનો ગ્રોથ વધારવાની તો આ માટે તમે તેલમાં વિટામિન-ઈની કેપ્સ્યૂલનું ઓઇલ સાદા તેલમાં મિક્સ કરીને નાંખી શકો છો. સાથેસાથે જો ગરમીનો કોઠો ન હોય તો કાંદાનું તેલ પણ હેર ગ્રોથ માટે શ્રેષ્ઠ છે.

પ્રશ્ન : નમસ્તે, મારી સમસ્યા એ છે કે હું જ્યારે અન્ડર આર્મ્સ કરું ત્યારપછી જે વાળ આવે છે તે ખૂબ જ કડક હોય અને અને તે વાળ આવતા પહેલાં ઝીણી ફોલ્લી થાય છે, તે ફોલ્લીમાંથી વાળ બહાર આવે છે. આમ ન થાય તે માટે શું કરવું જોઇએ?

જવાબ : તમે જો રેઝરથી અન્ડર આર્મ્સના વાળ કાઢતા હોવ તો આ તકલીફ થતી હોય. માટે રેઝરનો વપરાશ કરવાનું ટાળો. વેક્સ કરાવડાવવાથી અન્ડર આર્મ્સના વાળ સ્મૂધ આવશે.

પ્રશ્ન : નમસ્તે, મારી સમસ્યા એ છે કે મને આજકાલ કપાળ પર ખૂબ ઝીણી ઝીણી ફોલ્લી થઇ છે. આવું કયા કારણસર થયું હશે તે હું નથી જાણતી. મને ક્યારેય ખીલ થયા નથી પણ અચાનક આવી ફોલ્લી થવા લાગી છે.

જવાબ : ઘણીવાર એવું બનતું હોય છે કે ખોડો થવાને કારણે કપાળમાં ફોલ્લી થતી હોય છે. જો ખોડો હોય તો તેને દૂર કરો, આમ કરવાથી ફોલ્લી આપોઆપ દૂર થઇ જશે.

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન