બેકલોગ કૌભાંડની ખાતાકીય તપાસના ઠેકાણા નથી અને છઇ્ર્ં તાલીમમાં - Sandesh
  • Home
  • Bhuj
  • બેકલોગ કૌભાંડની ખાતાકીય તપાસના ઠેકાણા નથી અને છઇ્ર્ં તાલીમમાં

બેકલોગ કૌભાંડની ખાતાકીય તપાસના ઠેકાણા નથી અને છઇ્ર્ં તાલીમમાં

 | 2:00 am IST

ભુજ આરટીઓ કચેરીમાં બેકલોગમાં કેટલાક વાહનો ચડાવીને આચરવામાં આવેલા કૌભાંડમાં માત્ર એક આરોપી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાયા બાદ નક્કર કહી શકાય તેવી કોઇ જ કાર્યવાહી થઇ નથી. ભુજ આરટીઓ દ્વારા કમિશનરને અહેવાલ સોંપવામાં આવ્યો છે તેના આઠ દિવસ બાદ પણ ખાતાકીય કોઇ જ પગલાં ભરાયા નથી, તેવામાં એઆરટીઓને તાલીમના બહાને બે મહિના સુધી બહાર મોકલી દેવાતાં હવે તપાસમાં શું થશે ? તપાસ યોગ્ય રીતે થશે કે પછી ભીનું સંકેલી લેવાશે ? તેવા સવાલો જાણકાર વર્તુળોમાં સર્જાયા છે.   આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે ભુજની આરટીઓ કચેરીમાં બેકલોગમાં કેટલાક વાહનો ચડાવીને મસમોટું કૌભાંડ આચરવામાં આવ્યું હતું. જે મામલે પોલીસમાં ફરિયાદ દાખલ થયા બાદ કોઇ જ કાર્યવાહી આગળ થઇ રહી નથી. આ ઉપરાંત ખાતાકીય તપાસ પણ કરવામાં આવી રહી નથી.

જેના કારણે ઉચ્ચ લેવલના અધિકારીઓ પણ સમગ્ર કૌભાંડમાં ભળેલા છે કે કેમ? તેની પણ તપાસ કરવામાં આવે તેવી માગ ઉઠી રહી છે. તપાસ હજુ પૂર્ણ થઇ નથી તેવામાં એઆરટીઓ ગજ્જરને બે માસ માટે તાલીમમાં મોકલી દેવામાં આવ્યા છે. આમ થવાથી તપાસનું સાતત્ય જળવાશે કે કેમ ? તે અંગે પણ સવાલો સર્જાયા છે.

આરટીઓ ડી.એચ.યાદવે જણાવ્યું હતું કે, કમિશનરને અઠવાડિયા પહેલાં સમગ્ર પ્રકરણ અંગે અહેવાલ મોકલી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત એઆરટીઓને બે માસ માટે અમદાવાદ ખાતે વહીવટી તાલીમ માટે મોકલવામાં આવ્યા છે.

ભુજ આરટીઓના બેકલોગ કૌભાંડમાં જે ૨૯૭ વાહનોનો ઉલ્લેખ છે તે પૈકીનાં ૧૫ થી વધુ વાહનો કે.ડી.મોટર્સની ડીલરશીપમાંથી વેચાયેલા હતા તેવા વાહનોને રિપાસિંગ કરવા માટે આરટીઓ કચેરીએ લવાયા હતા.