There is no cement house in the 700 year old happy and prosperous Vavan village
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • 700 વર્ષ જૂના સુખી અને સમૃદ્ધ ગામમાં નથી કોઇ પાકું મકાન, જાણો શું છે કારણ?

700 વર્ષ જૂના સુખી અને સમૃદ્ધ ગામમાં નથી કોઇ પાકું મકાન, જાણો શું છે કારણ?

 | 6:33 pm IST
  • Share

જે 21મી સદીમાં પણ શ્રદ્ધા આસ્થા અને ટેક ખાતર એક બે વ્યક્તિ કે પરિવાર નહિ પરંતુ આખું ગામ સુખી સમૃદ્ધ હોવા છતાં ગામના લોકો કાચા મકાનની છત તળે રહેવાનો ગર્વ અનુભવી રહ્યા છે. એક એવું ગામ જે ગામમાં કોઈ છત વાળું પાક્કું મકાન બનાવતા નથી. આ ગામ આવેલું છે કચ્છના મુન્દ્રા તાલુકામાં. મુન્દ્રા તાલુકાનું વવાર ગામની સ્થાપના લઈને અત્યાર સુધી ગામના લોકો પાક્કું સ્લેબવાળું મકાન બનાવતા નથી તેઓ વર્ષો જૂની પરમ્પરાને આજે પણ ગામના લોકો આગળ ધપાવી રહ્યા છે.

ભારત દેશનાં ગામડા કહાની અજબ ગજબની છે. મુન્દ્રા તાલુકાનું વવાર ગામ એકરીતે અનોખું છે. વવાર ગામની સ્થાપના આજેથી 700 વર્ષ પહેલા થઇ હોવાનું માનવામાં આવે છે. ગામમાં ચારણ સમાજનું પ્રભુત્વ છે. અદાજીત 1500 જેટલી ગામની વસ્તી છે. ગામમાં 400 જેટલા મકાન આવેલા છે. આ ગામનાં લોકો વર્ષો જુની પરમ્પરા આજે પણ માની રહ્યા છે. ગામના લોકો ક્યારે પણ સિમેન્ટ પાક્કું છતવાળું મકાન બનાવતા નથી. આખું ગામ નળિયાથી બનેલી છત નીચે રહે છે. આજે લોકો કાચા મકાન રહેલા પાછળ મોરદાદાનો ઈતિહાસ જોડાયેલો છે. વર્ષો પહેલા ગામના પૂર્વજો નક્કી કર્યું હતું. આપણે ક્યારે પણ પક્કા છતવાળા મકાનમાં નહિ રહીએ. વવાર ગામના લોકો આજે પણ આ પરમ્પરાગ આગળ ધપાવી રહ્યા છે. આજે પણ ગામમાં કોઈ વ્યક્તિ છતવાળા પાકા મકાન બનાવતા નથી. વર્ષોજુના નળિયાથી બનાવેલા મકાનમાં લોકો રહે છે.

ગામમાં આવેલ મોરદાદાનાં મંદિર સાથે ગામના લોકોની આસ્થા અને શ્રદ્ધા જોડાયેલી છે. આજે પણ ગામના લોકો મકાન બનાવે ત્યારે મોરદાદા મંદિરની ઉચાઇથી નીચું મકાન બનાવે છે. ગામના લોકો પૈસાટકે સુખી હોવાછતાં ગામનાં લોકો આજે પણ દેશી બાંધકામ વાળા મકાનમાં રહે છે. ગામના રહેતા ગઢવી સમાજ આ વર્ષો જૂની પરમ્પરા અને મોરદાદા પ્રત્યે શ્રદ્ધા આસ્થા અને ટેક આજે પણ અખંડ રાખી છે. જ્યારે ગામમાં કોઈ પણ વાહનની ખરીદી કરે તો તેની શરૂઆત મોરદાદાના મંદિરથી કરવામાં આવે છે અને વાહન પર અવશ્ય જય મોરદાદા લખવામાં આવે છે. જયારે ગામમાં મોરદાદા એજ્યુકેશન ટ્રસ્ટની પણ સ્થાપના કરવામાં આવી છે. સુખી અને સંપન્ન ગામ એટલે મુન્દ્રા તાલુકાનું ‘વવાર ગામ’.

આ વીડિયો પણ જુઓ: સુરતમાં સામાન્ય વરસાદમાં રસ્તા ધોવાયા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન