There is personal information of 29 million Indian job seekers on the Dark Web
  • Home
  • Technology
  • એક જ ક્લિક અને ભારતના 2.9 કરોડ નોકરી ઇચ્છુક યુવાઓની મુશ્કેલીમાં થયો વધારો

એક જ ક્લિક અને ભારતના 2.9 કરોડ નોકરી ઇચ્છુક યુવાઓની મુશ્કેલીમાં થયો વધારો

 | 6:28 pm IST

વધુ એક વખત કરોડો ભારતીય યૂઝર્સની જાણકારી ડાર્ક વેબ પર પહોંચી ગઇ છે. આ વાતની જાણકારી સાઇબર ફર્મ સાઇબલે આપી છે. સાઇબલે આ પહેલા ફેસબુક અને Unacademy યૂઝર્સના ડેટા લીકને લઇને પણ જાણકારી આપી હતી.

સાઇબલની રિપોર્ટ અનુસાર ડાર્ક વેબ પર જોબની શોધ કરી રહેલા 2.9 કરોડ ભારતીય યુવાઓની અંગત જાણકારી છે. મોટી વાત એ છે કે, આ કિંમતી ડેટાની કોઇ કિંમત લગાવામાં આવી નથી. ડાર્ક વેબ પર આ ડેટા મફતમાં ઉપલબ્ધ છે.

લીક થયેલા ડેટામાં શૈક્ષણિક યોગ્યતા સહિત ઘરનું સરનામું અને મોબાઇલ નંબર જેવી જાણકારી સામેલ છે. આ તમામ ડેટા ભારતની એક મોટી જોબ સર્ચ કંપનીની વેબસાઇટથી લીક થયા છે. જોકે કંપની આ મામલાની તપાસ કરી રહી છે. ડેટા લીત યૂઝર્સના બાયોડેટાથી થયો છે.

નોંધનિય છે કે, સાઇબલે આ પહેલા ફેસબુકના 26 કરોડ યૂઝર્સનો ડેટા લીકની જાણકારી આપી હતી. સાઇબલે દાવો કર્યો હતો કે, 26.7 કરોડ ફેસબુક યૂઝર્સનો ડેટા ડાર્ક વેબ પર 542 ડૉલર એટલે કે 41,600 રૂપિયામાં વેચાઇ રહ્યો છે. લીક થયેલા ડેટામાં યૂઝર્સના નામ, ફેસબુક આઇડી નંબર, ઉંમર, લાસ્ટ કનેક્શન અને મોબાઇલ નંબર જેવો ડેટા સામેલ છે.

ત્યાં જ સાઇબલે ભારતના સૌથી મોટા ઇ-લર્નિંગ પ્લેટફોર્મ અનએકેડમીના હૈક થવાની પણ રિપોર્ટ આપી હતી. જે અનુસાર Unacademy ના સર્વરમાં સેંધ લગાવી હૈકર્સે 22 મિલિયન એટલે કે 2.2 કરોડથી વધુ વિદ્યાર્થીઓની જાણકારી ચોરી હતી.

રિપોર્ટમાં કહેવામા આવ્યું હતું કે Unacademyએ 21,909,707 ડેટા લીક થયા હતા, જેની કિંમત 2000 અમેરિકન ડટલર હતી. આ ડેટા લીકને Unacademyએ સ્વીકાર કરતા યૂઝરને તાત્કાલિક પાસવર્ડ બદલવાની સલાહ આપી હતી.

આ વીડિયો પણ જુઓ : અમદાવાદ શહેરનો વધુ એક રેલવે બ્રિજ બંધ કરાયો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન