There was a shocking case for job seekers - Honda Gujarat
  • Home
  • Ahmedabad
  • નોકરી વાંચ્છુકો માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો

નોકરી વાંચ્છુકો માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો

 | 2:18 pm IST
  • Share

  • ખોટા આઈકાર્ડ અને લેટરપેડ બનાવી નોકરી આપનારો પકડાયો

  • પૈસા પડાવી હોન્ડા કંપનીના ખોટા નિમણુંક પત્રો આપતો

વિઠ્ઠલાપુર હોન્ડા કંપનીના ખોટા આઈકાર્ડ અને ખોટા લેટરપેડ બનાવી નોકરીની લાલચ આપનારો વ્યક્તિ પકડાયો છે. જેમાં પૈસા પડાવી હોન્ડા કંપનીના ખોટા નિમણુંક પત્રો આપી છેતરપીંડી કરતા શખ્સને વિઠ્ઠલાપુર પોલીસે ઝડપી પાડ્યો છે.

ચિંતન પ્રહલાદભાઈ વ્યાસ સામે ફરિયાદ

માંડલ તાલુકાનું વિઠ્ઠલાપુર ઓટો હબ બની રહ્યું છે. ઘણી કંપનીઓ વિઠ્ઠલાપુરમાં આવી છે. ત્યારે મોટર સાયકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડનો પ્લાન્ટ આવેલો છે. જેમાં હોન્ડા કંપનીના નામનો ખોટો લેટરપેડ, ખોટા આઈકાર્ડ અને નિમણુંક પત્ર બનાવી પૈસા પડાવતા હોવાની માહિતી મળતા કંપનીના કર્મચારીએ વિઠ્ઠલાપુર પોલીસ મથકમાં ચિંતન પ્રહલાદભાઈ વ્યાસ સામે ફરિયાદ નોંધાવી છે.

રૂપિયા 50 હજાર થી 60 હજાર લઈ છેતરપીંડી કરતો

ચિંતન પ્રહલાદભાઈ વ્યાસ નામનો યુવક પાટણના હાંસાપુરનો રહેવાસી છે. જે 15-03-21 ના રોજ હોન્ડા કંપનીમાં નોકરી લાગ્યો હતો અને માત્ર પાંચ મહિના નોકરી કરી બંધ થઈ ગયો હતો. ત્યાર બાદ ચિંતન વ્યાસ નોકરી ઇચ્છુક લોકોને હોન્ડા કંપનીમાં પોતાનુ સેટિંગ હોય અને કાયમી નોકરી લેવાના હોવાથી અને કાયમી નોકરી લગાડવાની લાલચ આપી હોન્ડા કંપનીના ખોટા લેટરપેડ અને ખોટા આઈકાર્ડ અને નિમણુંક પત્રો આપી રૂપિયા 50 હજાર થી 60 હજાર લઈ છેતરપીંડી કરતો હતો.

અંદાજે રૂ.13 લાખથી 14 લાખની છેતરપીંડી કરી

ચિંતન વ્યાસે 17 જેટલા નોકરી ઇચ્છુક સાથે અંદાજે રૂ.13 લાખથી 14 લાખની છેતરપીંડી કરેલ છે. જેમાં હોન્ડા કંપનીના કર્મચારીને સમગ્ર મામલાની જાણ થતા કર્મચારીએ વિઠ્ઠલાપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં હાલ તો વિઠ્ઠલાપુર પોલીસે ફરિયાદના ગણતરીના જ કલાકોમાં હોન્ડા કંપનીના ખોટા લેટરપેડ, ખોટા આઈકાર્ડ, ખોટા નિમણુંકપત્ર કબ્જે લઈ ચિંતન વ્યાસની ધરપકડ કરી છે. તેમજ છેતરપીંડીમાં ચિંતન વ્યાસ સાથે અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો