There was no Bollywood star in Girish Karnad's funeral
  • Home
  • Entertainment
  • Bollywood
  • જેમણે બોલિવૂડને સંપૂર્ણ જીવન અર્પણ કર્યું એમનાં અંતિમ સંસ્કારમાં એક પણ સ્ટાર ન ફરક્યો!

જેમણે બોલિવૂડને સંપૂર્ણ જીવન અર્પણ કર્યું એમનાં અંતિમ સંસ્કારમાં એક પણ સ્ટાર ન ફરક્યો!

 | 1:58 pm IST

બોલિવૂડનાં મશહુર સ્ટાર, એક્ટર, ડાયરેક્ટર એવા ગિરીશ કર્નાડનું બેંગલુરુમાં નિધન થયું હતું. કર્નાડ સાહેબનાં પરિવાર દ્વારા બેંગલુરુમાં જ તેમનાં અંતિમ સંસ્કારની વિધી રાખવામાં આવી હતી. તેમનાં આ અંતિમ સંસ્કરારમાં બોલિવૂડનો કોઈ દિગ્ગજ સ્ટાર જોવા મળ્યો ન હતો.

હાલમાં જ તેમનાં અંતિમ સંસ્કારની તસવીરો સામે આવી છે. એક મળતા રિપોર્ટ પ્રમાણે ગિરીશ કર્નાડનાં અંતિમ સંસ્કાર ધાર્મિક રીતિ-રિવાજો પ્રમાણે કરવામાં નથી આવ્યાં. એટલે કે અંતિમ સંસ્કાર પહેલા કોઈ પ્રકારે ધાર્મિક વિધી કરવામાં નથી આવી.

સુત્રોનાં જણાવ્યાં અનુસાર બપોરે 2 વાગ્યે બોડીને ઈલેક્ટ્રિકલ સ્મશાનગૃહમાં લઈ જવામાં આવ્યું હતું. તેના પરિવારની ઈચ્છા હતી કે એકદમ સાદાઈથી અંતિમ સંસ્કાર થાય. કોઈ બોલિવૂડ સ્ટાર એમાં હાજર ન રહે.

ઉલ્લેખનીય છે કે જાણીતા લેખક, એક્ટર, ફિલ્મ ડાયરેક્ટર અને રંગમંચની ખુંખાર હસતી ગિરીશ કર્નાડનું સોમવારે 81 વર્ષની ઉમરે નિધન થયું. તે ઘણા સમયથી બિમાર હતા. બેંગલુરુમાં તેમણે છેલ્લા શ્વાસ લીધા. ગયા મહિને જ તેમણે પાતાનો 81મો જન્મદિવસ ઉજવ્યો હતો. પદ્મ શ્રી અને પદ્મ વિભુષણ જેવા એવોર્ડોથી એમને સ્નમાનિત કરવામાં આવેલા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન