There were 80 cases in a building in South Bopal area of Ahmedabad
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • સાઉથ બોપલની સફલ પરિસર સોસાયટીમાં 80 કોરોના કેસ આવતા હાહાકાર, લોકો ફફડી ઉઠ્યા

સાઉથ બોપલની સફલ પરિસર સોસાયટીમાં 80 કોરોના કેસ આવતા હાહાકાર, લોકો ફફડી ઉઠ્યા

 | 5:10 pm IST

વકરતા કોરોના સંક્રમણ (Corona transition)ને પગલે અમદાવાદ શહેરમાં હાલમાં કરફ્યૂ (Ahmedabad curfew) ચાલી રહ્યું છે જેથી કરીને કોરોના મહામારી (Corona epidemic) પર કાબૂ મેળવી શકાય અને સંક્રમણ વધે નહી. પરંતુ ગઇ કાલે તો અમદાવાદમાં 354 પોઝિટિવ કેસ આવતા હાહાકાર મચી ગયો હતો. શહેરીજનો કોરોના વાયરસથી એટલા ડરી ગયા છે કે, હવે તેઓ ઘરની બહાર પણ નથી નીકળી રહ્યા, આ વાત શહેરની પોલીસ પોતે કહી રહી છે, પરંતુ આ દરમિયાન ખુબ જ ભયાનક સ્થિતિના દ્રશ્યના સાક્ષાત્કાર કરાવનાર સમાચાર સામે આવી રહ્યા છે કે, અમદાવાદ શહેરના બોપલ વિસ્તારમાં રીતસરનો કોરોના વિસ્ફોટ થયો છે.

શહેરની સાઉથ બોપલ વિસ્તાર (South Bopal area)માં આવેલી સફર પરિસર સોસાયટીમાં કુલ 80 લોકો કોરોના પોઝિટિવ આવતાં હાહાકાર મચી ગયો છે. આ ખબરથી આખા સાઉથ બોલપ વિસ્તારમાં ભયનો માહોલ છવાઇ ગયો છે. AMCની ટીમ પણ આ સમાચારના પગલે દોડતી થઇ ગઈ છે. સફલ પરિસર-1માં 42 અને 2માં 38 મળીને કુલ 80 કેસ આવ્યા હોવાનું જણાયું છે. અમદાવાદ કોર્પોરેશને પણ તાબડતોડ આખી બિલ્ડીંગને કન્ટેન્મેન્ટ ઝોનમાં ફેરવી દીધી છે. આ બિલ્ડીંગની મુલાકાત કોઇ ના લઇ શકે તે માટે ત્યાં પોલીસ પણ ગોઠવી દેવામા આવી છે.

અમદાવાદમાં એક જ બિલ્ડીંગમાં આટલા મોટા પ્રમાણમાં કેસ આવતા કોરોના પોઝિટિવનો બીજો તબક્કો શરૂ થવાની મોટી નિશાની છે. આગામી દિવસોમાં બોપલ વિસ્તારમાં મોટાપાયે કોરોના ટેસ્ટિંગની ઝુંબેશ શરૂ કરવામાં આવે તેવા પણ સંકેતો મળી રહ્યા છે.

અહિં ક્યાંક ને ક્યાંક AMCએ દિવાળીના તહેવારોમાં બજારોમાં ભીડ ભેગી થાય તેવી આપેલી છૂટછાટો હવે મોંઘી પડી રહી છે. ગઇ ગકાલે તો અમદાવાદમાં એક જ દિવસમાં રેકોર્ડ બ્રેક 354 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. જ્યારે કોરોનાની સારવાર દરમિયાન 5 દર્દીને કોરોના ભરખી ગયો હતો. આથી નિષ્ણાંતો અનુસાર એવું પણ કહેવામા આવી રહ્યું છે કે, અમદાવાદમાં કોરોના વિસ્ફોટની સ્થિતિ સર્જાઈ ચૂકી છે.

અમદાવાદ શહેરમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 44,467 થઈ ગઈ છે. કોરોના અત્યાર સુધીમાં 2010 લોકોને ભરખી ગયો છે. જોકે અત્યાર સુધીમાં 39,129 લોકોએ કોરોનાને મ્હાત આપી છે.

આ વીડિયો પણ જુઓ : અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઘોર બેદરકારી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન