There will be a headache with the increase in the sperm count drumstick
  • Home
  • Featured
  • સ્પર્મ કાઉન્ટ વધવાની સાથે માથાનો દુખાવો થશે દૂર, કરો સરગવાનું સેવન

સ્પર્મ કાઉન્ટ વધવાની સાથે માથાનો દુખાવો થશે દૂર, કરો સરગવાનું સેવન

 | 10:57 am IST

દક્ષિણ ભારતમાં ડ્રમસ્ટિક એટલે સરગવાનો ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે. સરગવો મુખ્ય રીતે સંભારમાં ઉપયોગમાં લેવામાં આવે છે. પરંતુ તેને તમે અન્ય રીતે બનાવીને ખાય શકો છો. સરગવો હવે માત્ર દક્ષિણ સુધી નહીં પરંતુ દેશભરમાં લોકો તેનું સેવન કરે છે. પરંતુ તેના ફાયદા અંગે જાણી લેશો તો તમે સરગવાને તમારી ડાયેટમાં સામેલ કરી લેશો.

– ડ્રમસ્ટિક એટલે સરગવામાં પ્રોટીન, એમીનો એસિડ, બીટા કેરોટિન અને ફીનૉલિક હોય છે. તેમા કેલ્શ્યિમનું પ્રમાણ વધારે હોય છે. જેના કારણથી હાડકા અને દાંત મજબૂત થાય છે. જેના કારણે સરગવો ગર્ભવતી મહિલાઓ માટે ખૂબ ફાયદાકારક છે.

– સરગવો વધતા વજન, શરીરની વધેલી ચરબીને દૂર કરવામાં લાભદાયી ઔષધિ માનવામાં આવે છે. તેમા ફોસ્ફરસ હોય છે જે શરીરમાંથી વધારાની કેલરીને ઓછી કરે છે અને સાથે જ ચરબીને ઓછી કરી વધતા વજનને ઓછું કરવામાં મદદ કરે છે.

– સરગવામાં જિંક પૂરતા પ્રમાણમાં હોય છે અને મહિલાઓમાં વાંઝિયાપણાની સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે સાથે જે તે સાથે જે પુરૂષોમાં સ્પર્મના પ્રોડક્શનમાં મદદ કરે છે.

– સરગવાના પાનની પેસ્ટ ઇજા પર લગાવવામાં આવે છે અને તેને શાક રીતે ખાવાથી માથાના દુખાવામાં રાહત મળે છે સાથે જ સરગવાના સેવનથી લોહી સાફ થાય છે અને આંખોની દ્રષ્ટિ તેજ થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન