આ ડેટાના આધાર પર દેશભરમાં પીવાના પાણીની અછત જોવા મળશે, જુઓ વીડિયો - Sandesh
NIFTY 10,564.05 -1.25  |  SENSEX 34,415.58 +-11.71  |  USD 66.1200 +0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • આ ડેટાના આધાર પર દેશભરમાં પીવાના પાણીની અછત જોવા મળશે, જુઓ વીડિયો

આ ડેટાના આધાર પર દેશભરમાં પીવાના પાણીની અછત જોવા મળશે, જુઓ વીડિયો

 | 3:46 pm IST

દુનિયાના મોટાભાગના દેશો પાણીની તંગીનો સામનો કરી રહ્યાં છે. ત્યારે તાજેતરમાં જ સેટેલાઇટ ડેટાના આધારે રજૂ થયેલો એક અહેવાલ ચિંતાજનક છે. આ અહેવાલમાં આગામી સમયમાં સમગ્ર વિશ્વ પાણીની તંગીનો ભયંકર સામનો કરી રહ્યું હશે તેવી ચેતવણી આપવામાં આવી છે.

સેટેલાઇટ ડેટાના આધારે હાથ ધરવામાં આવેલા અભ્યાસમાં સમગ્ર દેશમાં બોરના તળિયા ઝડપથી ઉંડા ઉતરી રહ્યાં હોવાનો દાવો કર્યો છે. 1990થી થઈ રહેલ ક્લાઇમેટ ચેંજના આધારે પાણીની સપાટી ઉંડી ઉતરી ગઈ છે. જેથી હવે વાપરવા માટે તો ઠીક પરંતુ પીવા માટે પણ પાણીની તંગી સર્જાશે તેવી પરિસ્થિતિ પેદા થશે. જો કે ભારતમાં એક વર્ષ પણ સારો વરસાદ ન થાય એટલે સ્થિતિ વધારે ગંભીર બને છે.