There will be no petrol-diesel or CNG buses in Ahmedabad
  • Home
  • Ahmedabad
  • હવે અ’વાદમાં પેટ્રોલ-ડિઝલ કે CNGથી નહીં ચાલે બસો, AMCના હાઇકમિશ્નરની મોટી જાહેરાત

હવે અ’વાદમાં પેટ્રોલ-ડિઝલ કે CNGથી નહીં ચાલે બસો, AMCના હાઇકમિશ્નરની મોટી જાહેરાત

 | 8:38 am IST

બ્રિટિશ હાઇકમિશન અમદાવાદ દ્વારા ‘ધ યંગ થિંકર્સ’ કોન્ફરન્સનું સિટીમાં સૌ પ્રથમ આયોજન કરવામાં આવ્યું હતું. સૌ પ્રથમ યોજાયેલા આ સમારંભમાં યંગસ્ટર્સ અને વિચારકો હાજર રહ્યા હતા. આ કોન્ફરન્સમાં નિષ્ણાંતો અને તેજસ્વી યંગસ્ટર્સ મંચ પર એકત્ર થઈને સ્માર્ટ સિટીઝ, લીવેબલ સિટીઝ, ક્લીન ટેક, જાતીય સમાનતા, અને રાજકરણમાં યુવાનોનો મહત્ત્વનો ભાગ જેવા વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી.

આ કોન્ફરન્સમાં સિટીના મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરા હાજર રહ્યા હતા. જેમાં તેમણે આજથી ૫ વર્ષ પછીનું અમદાવાદ કેવું હોવું જોઈએ તેની વાતો કરી હતી, તેમજ ‘યંગ થિંકર્સ’ના યંગસ્ટર્સના મંતવ્યોને કેવી રીતે ડેવલપ કરવા તેના પર ચર્ચા કરી હતી. આ ઉપરાંત વિજય નેહરાએ જણાવ્યું હતું કે, મારા મતે સ્માર્ટ સિટીની શરૂઆત પર્યાવરણ, પોસાય તેવી ટકાઉ ટેક્નોલોજી આવવાથી સિટીમાં ઘણાં ફેરફારો થશે.

જેમા તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આગામી ૬ મહિનામાં અમદાવાદના માર્ગા પર ૫૦ ઇલેક્ટ્રિક બસ મૂકવામાં આવશે. તેમજ ૨ ઓક્ટોબર ૨૦૧૯ સુધીમાં અમદાવાદને સૌથી સ્વચ્છ શહેર બનાવીને મહાત્મા ગાંધીના ૧૫૦માં જન્મ દિવસે અંજલિ આપવામાં આવશે, ઉપરાંત જેન્ડર ઇક્વાલિટી અંગે પેનલમાં આવેલા યુનિસેફ ગુજરાત ફિલ્ડ ઓફિસના ચીફ. ડો. લક્ષ્મી ભવાનીએ જણાવ્યું હતું કે, બોય્સ અને ગર્લ્સ માટે જાતીય સમાનતા સામાન્ય બનતી જાય છે અને આ પ્રકારના ધોરણોમાંથી બહાર નીકળવા માટે માતા-પિતાને શિક્ષિત કરવાની અને છોકરાઓ તથા છોકરીઓ સાથે સમાન વર્તન કરવા માટે પ્રોત્સાહિત કરવાની જરૂર છે.

આ ઉપરાંત ગુજરાત અને રાજસ્થાનના બ્રિટિશ ડેપ્યુટી હાઇકમિશનર જ્યોફ વેઈને જણાવ્યું હતું કે, ‘યંગ થિંકર્સ’ કોન્ફરન્સમાં અમે હંમેશાં જે તે ક્ષેત્રના ઉત્તમ વક્તાઓ અને નિષ્ણાંતોને આમંત્રિત કરીને વર્તમાન મુદ્દાઓ પર ચર્ચા કરતા હોઈએ છીએ. અમદાવાદના યંગસ્ટર્સ તેમજ સિટીના લોકોનો અભૂતપૂર્વ પ્રતિભાવથી હું ખૂબ ખુશ થયો છું.