There would be no second consular access to Kulbhushan Jadhav: MEA, Pakistan
  • Home
  • Featured
  • કુલભૂષણ જાધવને બીજી વખત કોન્સુલયર એક્સેસ આપવાની પાકિસ્તાને પાડી દીધી ઘસીને ના

કુલભૂષણ જાધવને બીજી વખત કોન્સુલયર એક્સેસ આપવાની પાકિસ્તાને પાડી દીધી ઘસીને ના

 | 2:16 pm IST

પાકિસ્તાન પોતાની નાપાક હરકતોથી બાજ આવી રહ્યું નથી અને આજે તેમણે ભારતીય નાગરિક કુલભૂષણ જાધવને ડિપ્લોમેટસ પહોંચ આપવાની ના પાડી દીધી છે. વિદેશ મંત્રાલયના પ્રવકતા એ કહ્યું કે બીજીવખત ડિપ્લોમેટ્સ મદદ કુલભૂષણ જાધવને અપાશે નહીં. આ વર્ષે આંતરરાષ્ટ્રીય કોર્ટના નિર્ણય બાદ ભારતીય નાગરિક જાધવને પહેલી વખત ડિપ્લોમેટ્સ પહોંચ આપી હતી.

જાધવને બીજી વખત ડિપ્લોમેટ્સ પહોંચ આપવાની પાકિસ્તાને પાડી દીધા ના
પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે આજે સાપ્તાહિક પત્રકાર પરિષદમાં કહ્યું કે પાકિસ્તાનની જેલમાં બંધ ભારતીય જાસૂસ કુલભૂષણ જાધવને ફરી વખત ડિપ્લોમેટસ પહોંચ અપાશે નહીં. આપને જણાવી દઇએ કે આ મહિનાની 2 તારીખના રોજ ભારતીય નાગરિક જાધવને પાકિસ્તાનમાં ભારતીય ડિપ્લોમેટ્સ ગૌરવ આહલુવાલિયાએ અજ્ઞાત જગ્યા પર મુલાકાત કરી હતી.

એન અવસર પર પાકિસ્તાને મુલાકાતની જગ્યા બદલી હતી

પાક અધિકારીઓએ જાધવની સાથે ભારતીય ડિપ્લોમેટસની પહેલી મુલાકાતમાં ખૂબ જ ખરાબ વ્યવહાર કર્યો હતો. પાકિસ્તાનની જેલમાં 3 વર્ષથી વધુ સમયથી બંધ ભારતીય નાગરિક કુલભૂષણ જાધવની મુલાકાત ભારતીય ડિપ્લોમેટ્સ સાથે થઇ. આ મુલાકાત એક સબજેલમાં કરાવાઈ અને નક્કી સમય કરતાં એક કલાક મોડા અધિકારીઓએ તેમને મળવા દીધા. પહેલાં ભારતીય ડિપ્લોમેટ્સ આહલુવાલિયાના મીટિંગ પાક વિદેશ મંત્રાલયના મુખ્ય ઓફિસમાં નક્કી કરાયો હતો, પરંતુ પાકિસ્તાને શરારત કરતાં કોઇ અજ્ઞાત જગ્યા પર મીટિંગ કરાવી.

પાકિસ્તાનમાં કુલભૂષણની માતા અને પત્ની સાથે પણ થઇ હતી મુલાકાત

ભારતની તરફથી વારંવાર દબાણ બનાવ્યા બાદ પાકિસ્તાને કુલભૂષણ જાધવની મુલાકાત તેમની માતા અને પત્ની સાથે કરાવી હતી. જો કે પાકિસ્તાનની આ મુલાકાત દરમ્યાન પણ ખૂબ ખરાબ આચરણનું ઉદાહરણ રજૂ કર્યું. બંને મહિલાઓને મંગળસૂત્ર અને ચાંલ્લા સુદ્ધાં પાક અધિકારીઓએ જબરદસ્તી ઉતરાવી દીધા હતા. મુલાકાતના થોડાંક દિવસ બાદ પાકિસ્તાને જાધવનો એક વીડિયો શેર કર્યો હતો તેમાં તે ખુદને જાસૂસ બતાવી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન