બ્રિટનના મહિલા વડાપ્રધાનનો ડાન્સિંગ Video જોઇ દુનિયા થઇ દિવાની

બ્રિટનના વડાપ્રધાન થેરેસા મે તદ્દન અલગ અંદાજમાં જોવા મળ્યા છે અને હાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, તેમાં થેરેસા મે ડાન્સ કરતાં દેખાઇ રહ્યાં છે.
BREAKING NEWS:#Russia attack #TheresaMay With new Devastating Trojan Virus #MalwareMay #Maybot#TheresaMayDancing#UKNews
Warranty must have expired by now.
Time for a #GE2018 #MayInAfrica #MayDancing #UKEmbarrassment #WeakAndUnstable #Brexit#ToriesOut @theresa_may pic.twitter.com/TAJJNkmhht— Chris (@Cappachris) August 28, 2018
થેરેસા મે દક્ષિણ આફ્રિકાની મુલાકાત પર હતા. અહીં તેમણે કેપટાઉન જવાનો મોકો મળ્યો હતો. આ દરમ્યાન તેમણે એક મકજી સીનિયર સેકેન્ડરી સ્કૂલમાં જવાની તક મળી હતી. અહીંના બાળકોની સાથે થેરેસા મે એવા ભળી ગયા કે બાળકો એ જ્યારે તેમના સ્વાગતમાં પારંપરિક નૃત્ય કરવા લાગ્યા તો થેરેસા પોતાને રોકી શકયા નહીં. થેરેસા મે પણ બાળકોની સાથે ડાન્સ કરવા લાગ્યા.
આપને જણાવાનું કે થેરેસા મે 2016ની સાલમાં બ્રિટનના વડાપ્રધાનનું પદભાર સંભાળ્યું હતું. તેઓ માર્ગરેટ થેચર બાદ બ્રિટનમાં વડાપ્રધાન બનાવનાર બીજા મહિલા થઇ ગયા છે. થેરેસા એ બ્રેક્ઝિટ બાદ દુનિયામાં બ્રિટન માટે સાહસિક અને નવી સકારાત્મક ભૂમિકા નિભાવાનો સંકલ્પ લીધો છે.