થર્મોકોલની ડિશમાંથી બનાવો સરસ મજાનું ડક - Sandesh
  • Home
  • Kids Corner
  • થર્મોકોલની ડિશમાંથી બનાવો સરસ મજાનું ડક

થર્મોકોલની ડિશમાંથી બનાવો સરસ મજાનું ડક

 | 8:05 am IST

આજે તમને શિખવશું થર્મોકોલની ડિશમાંથી મસ્ત મજાનું ડક બનાવતા. તો થઈ જાવ તૈયાર, આ માટે સૌ પ્રથમ જોઈશે થર્મોકોલની એક નાની અને એક મોટી બે ડિશ, એક પીળા રંગનું ક્રાફ્ટ પેપર, કાગળના નાના ટુકડાં, ગુંદર, કાળા રંગની સ્કેચપેન, કાતર. સૌ પ્રથમ એક થર્મોકોલની નાની ડિશ લો. નાની ડિશ ના હોય તો મોટી ડિશને કાતરથી કાપીને થોડો નાનો આકાર આપો. હવે એક સફેદ કાગળ લો તેને ચિત્રમાં બતાવ્યા પ્રમાણે આંખના આકારમાં કાપો. ગુંદરની મદદથી તેને વ્યવસ્થિત રીતે ચોંટાડો. તેના પર ચિત્રમાં બતાવ્યા પ્રમાણે કાળી સ્કેચ પેનની મદદથી એક નાનું ગોળાકાર દોરી આંખ તૈયાર કરો. હવે પીળા રંગનું કાગળ લો. તેમાંથી થોડો ભાગ કાપી તેને વાળો અને તેને ત્રિકોણ આકાર આપો. ચિત્રમાં બતાવ્યા પ્રમાણે તેને ડિશ પર ચાંચના ભાગમાં ચોંટાડો. હવે થર્મોકોલની ડિશના બાકી બચેલા ભાગ પર કાગળના નાના ટુકડાં ચોંટાડો. હવે બીજી એક ડિશ લો તેના પર તમે પીળા રંગનું કાગળ ચોંટાડો. હવે તેના પર પણ ગુંદરની મદદથી કાગળના નાના ટુકડાં ચોંટાડો. હવે બંને ડિશને ચિત્રમાં બતાવ્યા પ્રમાણે ગુંદરની મદદથી જોડો. ત્યારબાદ બીજા એક પીળા રંગનો ક્રાફ્ટ પેપર લઈને તેને કાતરથી કાપીને ચિત્રમાં બતાવ્યા પ્રમાણે ડકના પગ અને હાથનો આકાર આપો. તેને ગુંદરની મદદથી ચોંટાડો. તૈયાર છે તમારું સરસ મજાનું ડક. તેને તમે તમારા રૂમમાં પણ લગાવી શકો છો.