These 2 things in the home will make your skin Glow
  • Home
  • Fashion & Beauty
  • ઘરમાં પડેલી આ 2 વસ્તુથી તમારી કાળી ત્વચા થઇ જશે ચમકીલી

ઘરમાં પડેલી આ 2 વસ્તુથી તમારી કાળી ત્વચા થઇ જશે ચમકીલી

 | 1:18 pm IST

તમે કેટલીક પણ મોંઘા કોસ્મેટિક પ્રોડક્ટ્સ ખરીદી લો પરંતુ તે તમારી ત્વતા પર ત્યાં સુધી અસર નહી કરે જ્યાં સુધી તમારી ત્વચા પરની ડેડ સ્કિન દૂર ન થાય. તમે બજારમાંથી અનેક બ્યુટી પ્રોડક્ટ્સ લાવતા હશો પરંતુ તેાથી કોઇ ફરક પડતો નથી તો આજે અમે તમારા માટે એક હોમ મેડ પેકની રીત લઇને આવ્યા છીએ જેની મદદથી તમે આ સમસ્યાને દૂર કરી શકો છો.

ખાંડ અને મધ

ત્વચાને એક્સફોલિએટ કરવા માટે ખાંડને હંમેશાથી બેસ્ટ માનવામા આવે છે. જો તેમા મધ ઉમેરવામાં આવે તો આ મિશ્રણ અમૃત સમાન છે. ખાસ કરીને તમારી ડેડ સ્કિન પરની કાળી ત્વચા દૂર કરી શકાય છે. આ પેક ત્વચાની ડેડ સ્કિન દૂર કરવાની સાથે-સાથે તેને હાઇડ્રેટ પણ કરે છે.

સામગ્રી

1 મોટી ચમચી – ખાંડ
1 મોટી ચમચી – મધ

બનાવવાની રીત

સૌથી પહેલા એક બાઉલમાં મધ અને ખાંડ લઇને બરાબર મિક્સ કરી લો. તેને બરાબર મિક્સ કરો અને ત્વચાના જે ભાગ સ્ક્રબ કરવો હોય ત્યા કરો. ધ્યાન રાખો કે સ્ક્રબ હળવા હાથે કરો. તે બાદ ચહેરો ધોઇ લો, તમે આ મિશ્રણથી રોજ ત્વચા પર સ્ક્રબ કરો . તે બાદ ચહેરો ધોઇ લો. જેથી તમને થોડાક દિવસમાં તમારી ત્વચામાં ફરક જોવા મળશે.

આ પણ જુઓ : દેશમાં રેપ માલમે મહિલા આયોગ લીલાબેન અંકોલીયા નિવેદન

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન