These 3 Batsman Will Be The Best In World Cup 2019
  • Home
  • Sports
  • Cricket
  • વિશ્વ કપમાં આ 3 બેટ્સમેન્સ બેટથી મચાવશે ધમાલ, ઑસ્ટ્રેલિયાનાં દિગ્ગજની ભવિષ્યવાણી

વિશ્વ કપમાં આ 3 બેટ્સમેન્સ બેટથી મચાવશે ધમાલ, ઑસ્ટ્રેલિયાનાં દિગ્ગજની ભવિષ્યવાણી

 | 11:37 pm IST

ઑસ્ટ્રેલિયાનાં પૂર્વ બેટ્સમેન માર્ક વૉએ ઇંગ્લેન્ડ અને વેલ્સમાં 30 મેનાં રોજ થઈ રહેલા વિશ્વ કપને લઇને પોતાના ટૉપમાં 3 બેટ્સમેન પસંદ કર્યા છે અને આ 3માં ભારતનાં વિરાટ કોહલી, ઇંગ્લેન્ડનાં જોસ બટલર અને તેના દેશનાં ડેવિડ વૉર્નરનું નામ સામેલ છે. માર્ક વૉએ જણાવ્યું કે, “કોહલી નિશ્ચિતરૂપે નંબર 1 છે.” ઇંગ્લેન્ડનાં વિસ્ફોટક બેટ્સમેન જોસ બટલરને વૉએ પોતાની બીજી પસંદ ગણાવ્યો. તેણે કહ્યું કે, “હું જોસ બટલરને ટૉપનાં 3 બેટ્સમેનમાં બીજા નંબરે રાખીશ.”

બટલર છેલ્લા 4 વર્ષમાં રમતનાં દરેક ફૉર્મેટમાં શાનદાર ફૉર્મમાં છે. આ મહિનાની શરૂઆતમાં જ તેણે પાકિસ્તાન સામે સાઉથમ્પટનમાં 50 બૉલ પર સદી ફટકારી હતી અને આ પહેલા ફેબ્રુઆરીમાં 77 બૉલ પર 150 રનોની ઇનિંગ રમી હતી. માર્કે ત્રીજા નંબરે એ બેટ્સમેનને રાખ્યો છે જે એક વર્ષનાં પ્રતિબંધ બાદ ટીમમાં પરત ફર્યો છે. ડેવિડ વૉર્નર ઇન્ડિયન પ્રીમિયર લીગની 12મી સીઝનમાં સૌથી વધારે રન બનાવનાર બેટ્સમેન રહ્યો હતો. માર્ક વૉએ કહ્યું કે, “એરૉન ફિંચ શાનદાર છે અને વૉર્નર પણ. હું વૉર્નરને સાથે રાખીશ.”

જણાવી દઇએ કે દુનિયાભરનાં ક્રિકેટપ્રેમીઓ વિશ્વ કપનાં શરૂ થવાની રાહ જોઇ રહ્યા છે. 30 મેનાં રોજ ઉદ્ઘાટન મુકાબલો ઇંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા સામે લંડનનાં ઑવલમાં રમાશે. તો વિશ્વ કપમાં બેવારની ચેમ્પિયન ટીમ ઇન્ડિયા પોતાના અભિયાનની શરૂઆત 5 જૂનનાં રોજ દક્ષિણ આફ્રિકા સામે સાઉથમ્પટનનાં રોઝ બાઉલ ગ્રાઉન્ડમાં કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન