These 3 things will make the dry and coarse hair silky
  • Home
  • Fashion & Beauty
  • ડ્રાય અને બરછટ વાળને મુલાયમ બનાવશે આ 3 વસ્તુ

ડ્રાય અને બરછટ વાળને મુલાયમ બનાવશે આ 3 વસ્તુ

 | 3:00 pm IST

ડ્રાય અને બેજાન વાળ કોઇની પણ સારી પર્સનાલિટીને ખરાબ કરી શકે છે. તેને મુલાયમ બનાવવા માટે યુવતીઓ ઘણા ઉપાય કરે છે. પરંતુ તેનાથી કોઇ પરક પડતો નથી. કેટલીક વખતો મહિલાઓ બજારમાં મળતી કેટલીક બ્યુટી પ્રોડક્ટનો ઉપયોગ કરતી હોય છે. છેવટે માત્ર નિરાશા જ હાથ લાગે છે. જો તમારા વાળ પણ ડ્રાય છે અને તેને તમે મુલાયમ તેમજ સિલ્કી બનાવવા માંગો છો તો તમે કેટલાક ઘરેલું નુસખા અજમાવી શકો છો.

કોકોનટ ઓઇલ

એક મોટી ચમચી કોકોનટ ઓઇલ લઇને ભીના વાળ પર લગાવો. જો તમારા વાળ ખૂબ ડ્રાય છે તો તેલને આખી રાત લગાવી રાખો અને સવારે શેમ્પુ કરી લો. નારિયેળ તેલ વાળની અંદર જઇને પોષણ આપે છે જેનાથી વાળમાં શાઇન આવે છે.

એપ્પલ સાઇડર વિનેગર

અડધા કપ પાણીમાં એક મોટી ચમચી એપ્પલ સાઇડર વિનેગર મિક્સ કરીને ભીના વાળ પર લગાવી લો. વાળને ઓળી લો અને 5 મિનિટ બાદ ધોઇ લો. વિનેગરમાં રહેલા એસિડ વાળની બહારની પરત સીલ કરી દે છે અને હેર ક્યૂટિકલ્સને ક્લીન કરીને મુલાયમ બનાવે છે.

દહીં

અડધા કપ દહીંથી વાળની મસાજ કરો અને 20 મિનિટ બાદ નવશેકા પાણીથી પછી ઠંડા પાણીથી ધોઇને શેમ્પુ કરી લો. દહીંમાં રહેલા લેક્ટિક એસિડ વાળને ક્લીન કરે છે જ્યારે તેમા રહેલા ફેટ્સ વાળને મોઇશ્ચરાઇઝ કરે છે.