ડિસેમ્બરમાં આ 4 સેલિબ્રિટી કરશે લગ્ન, એક તો ફસાઇ ચૂકી છે સેક્સ રેકેટમાં - Sandesh
  • Home
  • Photo Gallery
  • ડિસેમ્બરમાં આ 4 સેલિબ્રિટી કરશે લગ્ન, એક તો ફસાઇ ચૂકી છે સેક્સ રેકેટમાં

ડિસેમ્બરમાં આ 4 સેલિબ્રિટી કરશે લગ્ન, એક તો ફસાઇ ચૂકી છે સેક્સ રેકેટમાં

 | 4:12 pm IST

બોલિવૂડમાં ગત એક મહિનાથી લગ્નની તૈયારીઓ ચાલી રહી છે. સૌથી પહેલા દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે લગ્ન કર્યા તો ત્યાં જ હવે પ્રિયંકા અને નિક ખુબ જ જલ્દી લગ્નનાં બંધનમાં બંધાવા જઇ રહ્યા છે. આ દરમિયાન ઘણા સ્ટાર્સના વેડિંગ કાર્ડ સામે આવ્યા છે જેમણે સોશિયલ મીડિયા પર ખલબલી મચાવી દીધી છે.

મોસ્ટ કોન્ટ્રોવર્શિયલ ક્વીન રાખી સાવંત પણ ખુબ જ જલ્દી લગ્ન કરવા જઇ રહી છે. રાખીએ લગ્નનું કાર્ડ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યુ હતું. લગ્નનાં કાર્ડમાં વરરાજાના સ્થાને દીપક કલાલનું નામ લખ્યું હતું.

સેક્સ રેકેટમાં ફંસાયેલ ‘મકડી’ એક્ટ્રેસ શ્વેતા પ્રસાદ બાસુ ખુબ જ જલ્દી લગ્નનાં બંધનમાં બંધાવા જઇ રહી છે. ખબરોનું માનીએ તો શ્વેતા પોતાના બોયફ્રેંડ રોહિત મિત્તલ સાથે 13 ડિસેમ્બરે લગ્ન કરશે.

રણવીર-દીપિકા, પ્રિયંક-નિક બાદ દેશનાં સૌથી અમીર બિઝનેસમેન મુકેશ અંબાણીની દીકરી ઇશા અંબાણીના લગ્ન થશે.

કપિલ શર્માના લગ્નનું કાર્ડ હાલમાં જ સામે આવ્યું હતું. કપિલે આ કાર્ડ સોશિયલ મીડિયામાં શેર કર્યુ હતું. કપિલ પણ ડિસેમ્બર મહિનામાં લગ્ન કરશે તેવી અટકળો લગાવવામાં આવી રહી છે.